Mayawati વિધાનસભા ચૂંટણી પહેલાં માયાવતીનો મોટો નિર્ણય, અશોક સિદ્ધાર્થને ફરી BSPમાંથી હાંકી કાઢ્યા

Mayawati વિધાનસભા ચૂંટણી પહેલાં માયાવતીનો મોટો નિર્ણય, અશોક સિદ્ધાર્થને ફરી BSPમાંથી હાંકી કાઢ્યા

Mayawati વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે બહુજન સમાજ પાર્ટી (BSP)ના અધ્યક્ષ માયાવતીએ મોટો સંગઠનાત્મક નિર્ણય લીધો છે. પાર્ટીના પૂર્વ નેશનલ કોઓર્ડિનેટર અને પૂર્વ રાજ્યસભા સભ્ય અશોક સિદ્ધાર્થને ફરી એકવાર પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.Mayawati અશોક સિદ્ધાર્થ BSPના જાણીતા નેતા હોવા ઉપરાંત આકાશ આનંદના સસરા પણ છે. અગાઉ પણ શિસ્તભંગના આરોપસર તેમને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. જોકે, જાહેરમાં માફી માંગ્યા બાદ માયાવતીએ તેમને ફરી પાર્ટીમાં સ્થાન આપ્યું હતું.

Mayawati હવે ફરી એકવાર શિસ્તભંગના મુદ્દે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીમાં શિસ્ત જાળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. BSP તરફથી આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ચૂંટણી પૂર્વે માયાવતીના આ પગલાને પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *