Taipei Open : 17 વર્ષની તન્વી શર્માનો કમાલ: તાઇપે ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી રચ્યો ઇતિહાસ

Taipei Open : 17 વર્ષની તન્વી શર્માનો કમાલ: તાઇપે ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી રચ્યો ઇતિહાસ

Taipei Open : ભારતની 17 વર્ષીય બેડમિન્ટન સ્ટાર તન્વી શર્માએ આંતરરાષ્ટ્રીય મંચ પર શાનદાર સિદ્ધિ હાંસલ કરતાં તાઇપે ઓપન સુપર મહિલા સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઇનલ મુકાબલામાં તન્વીએ વિયેતનામની છઠ્ઠી ક્રમાંકિત ખેલાડી ગુયેન થુઈ લિન્હને હરાવીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો.

Taipei Open : આ જીત સાથે તન્વી શર્માએ વધુ એક ઇતિહાસ રચ્યો છે. તે તાઇપે ઓપનનો ખિતાબ જીતનારી સૌથી ઓછી વયની ખેલાડી બની છે. તેણે તાઇવાનની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી તાઇ ઝૂ યિંગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

Taipei Open : માત્ર 17 વર્ષની ઉંમરે તન્વીએ વિશ્વસ્તરીય સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય બેડમિન્ટન માટે ગૌરવની ક્ષણ સર્જી છે. રમતજગતમાંથી તન્વીને અભિનંદનોની વર્ષા થઈ રહી છે અને ભવિષ્યમાં તે ભારત માટે વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *