
Navsari Rain Alert: ભારે વરસાદની આગાહીને પગલે નવસારી તંત્ર એલર્ટ, શાળાઓ ખાલી કરાઈ
Navsari Rain Alert : દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે જિલ્લાની તમામ શાળાઓમાંથી વિદ્યાર્થીઓને સમય પહેલાં ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
જિલ્લા તંત્ર દ્વારા 30 જુલાઈથી 2 ઑગસ્ટ દરમિયાન ભારે વરસાદ અને નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Navsari Rain Alert : નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સતર્ક રહેવા તેમજ જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
સાથે જ સંબંધિત વિભાગોને 24 કલાક સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી વ્યવસ્થાઓ પણ તૈયાર રાખવામાં આવી છે. તંત્રે નાગરિકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.
