
Heavy Rain Alert : બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી
Heavy Rain Alert : ગુજરાતમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં વધુ સક્રિય બનશે, જેના પ્રભાવથી 30 જુલાઈ આસપાસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

Heavy Rain Alert : હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતા છે.

Heavy Rain Alert : હવામાન વિભાગે 27 જુલાઈએ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સ્થાનિક તંત્રને સતર્ક રહેવા તેમજ જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
Heavy Rain Alert : આગાહી મુજબ 1 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધુ વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ નોંધાઈ શકે છે.
Heavy Rain Alert : હવામાન વિભાગે નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી, ડેમ અને જળાશયોની નજીક ન જવા તેમજ સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો