ભારે વરસાદ વચ્ચે GPSCની 26 જુલાઈની પરીક્ષા મોકૂફ

ભારે વરસાદ વચ્ચે GPSCની 26 જુલાઈની પરીક્ષા મોકૂફ

ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ મહત્વનો નિર્ણય લીધો છે. તા. 26 જુલાઈ, 2026 (રવિવાર) ના રોજ યોજાનારી પ્રાથમિક કસોટી (GS) હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

GPSCએ X પર માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યભરમાં ભારે વરસાદને કારણે ઉમેદવારો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે. તમામ ઉમેદવારોને સત્તાવાર જાહેરાત પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *