
આવતીકાલે પણ અમદાવાદમાં શાળા-કોલેજ બંધ
Rain Alert અમદાવાદમાં સતત ભારે વરસાદ અને આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
Rain Alert વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આવતીકાલે પણ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રહેશે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Rain Alert તંત્રએ વાલીઓ અને વિદ્યાર્થીઓને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા પણ સૂચના આપવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો
#Ahmedabad #RainAlert #SchoolHoliday #CollegeHoliday #HeavyRain #Gujarat