‘વિકસિત ગુજરાત @ 2047’ માટે રાજ્ય સરકારનો રોડમેપ અનાવરણ

‘વિકસિત ગુજરાત @ 2047’ માટે રાજ્ય સરકારનો રોડમેપ અનાવરણ

26 વિભાગો માટે 900 પગલાં, 11 થીમ અને 120 મેક્રો ગોલ નક્કી

ગાંધીનગર: રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત @ 2047‘ના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ પહેલરૂપે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મેશન (GRIT) અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા રોડમેપનું ગાંધીનગર ખાતે સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં અનાવરણ કર્યું.

આ રોડમેપ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, વિકસિત ગુજરાતના સ્વપ્નને ધરાતળ પર ઉતારવા માટે આ એક મહત્વપૂર્ણ માર્ગદર્શક દસ્તાવેજ બનશે.

રાજ્ય સરકારના તમામ વિભાગોએ નક્કી કરેલા લક્ષ્યોના આધારે તૈયાર કરાયેલા આ રોડમેપમાં રાજ્યના 26 વિભાગો માટે અંદાજે 900 અમલી પગલાં નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત “Living Well, Earning Well” ના મંત્રને કેન્દ્રમાં રાખીને 11 મુખ્ય થીમ, 120 મેક્રો ગોલ અને 55 કી થ્રસ્ટ એરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રોડમેપમાં વિકસિત ગુજરાતના નિર્માણ માટે કયા પ્રોજેક્ટ્સ હાથ ધરવાના, કઈ એજન્સી દ્વારા અમલીકરણ કરવાનું અને કેટલી સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું તેની સ્પષ્ટ રૂપરેખા આપવામાં આવી છે.

રાજ્ય સરકારનું માનવું છે કે આ રોડમેપ નાગરિકોને વધુ સારી આજીવિકા, મજબૂત માળખાગત સુવિધાઓ અને સર્વસમાવેશી વિકાસ દ્વારા જીવનની ગુણવત્તામાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *