પૂર્વ કચ્છમાં પોલીસનો મેગા પ્રહાર, 35 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાતા ફફડાટ

પૂર્વ કચ્છમાં પોલીસનો મેગા પ્રહાર, 35 શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાતા ફફડાટ

કચ્છમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે પૂર્વ કચ્છ પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને મોટી સફળતા મેળવી છે. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા આ ધડાકેબાજ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 35 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમોએ પૂર્વ કચ્છના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ, દરોડા અને શોધખોળ હાથ ધરી હતી. શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકો પર ખાસ નજર રાખીને તેમની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી.

પોલીસે ઝડપી પાડેલા તમામ શખ્સો પાસે માન્ય દસ્તાવેજો છે કે નહીં, તેઓ ભારતની સરહદમાં કેવી રીતે પ્રવેશ્યા અને અહીં કયા હેતુસર રહેતા હતા તે મુદ્દે ઊંડી પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી બાદ ગેરકાયદે વસવાટ કરતા તત્વોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા મેગા ઓપરેશનો અને કોમ્બિંગ ડ્રાઇવો આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. પૂર્વ કચ્છ પોલીસની આ કડક અને નિર્ણાયક કાર્યવાહીને સ્થાનિક લોકો દ્વારા પણ આવકારવામાં આવી રહી છે.

વઘુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *