CONGRESS TICKET CONTROVERSY OF 2 LEADER : અમદાવાદ કોંગ્રેસની યાદી જાહેર ભાજપમાં ગયેલા 2 નેતા કોંગ્રેસમાં પુનઃ જોડાય તે પહેલા જ ટિકિટ

CONGRESS TICKET CONTROVERSY OF 2 LEADER : અમદાવાદ કોંગ્રેસની યાદી જાહેર ભાજપમાં ગયેલા 2 નેતા કોંગ્રેસમાં પુનઃ જોડાય તે પહેલા જ ટિકિટ

CONGRESS TICKET CONTROVERSY OF 2 LEADER
CONGRESS TICKET CONTROVERSY OF 2 LEADER

CONGRESS TICKER CONTROVERSY OF 2 LEADER : ગુજરાત કોંગ્રેસ દ્વારા પહેલી યાદી જાહેર કરતા પહેલા રાત્રે 2 વાગ્યા સુધી બેઠકો યોજવામાં આવી હતી. જેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરીને બેઠક પરના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સાથેની બેઠકમાં તમામ મુદ્દાઓને ચર્ચા કર્યા બાદ પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. જે બાદ અનેક બેઠક પર પર ઉમેદવારને લઈને સ્થાનિક સ્તર પર અને સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારની યોગ્ય પંસદગી કરવામાં ન આવી હોવાની ફરિયાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સુધી કરવામાં આવી છે.

CONTROVERSY OF 2 LEADER : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે જે બેઠક પર વિવાદ ન સર્જાય તેવી બેઠકો પર જ ઉમેદવાર જાહેર કરવાનું નક્કી કર્યું હતું. જેથી ઉમેદવારના નામની જાહેરાત બાદ કોઈ વિવાદ ન સર્જાય અને કોંગ્રેસ મજબૂતાઇથી ચૂંટણી લડી શકે. જેથી નિર્વિવાદિત બેઠક પરના ઉમેદવારના નામની ચર્ચા કરીને પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસને જે શંકા હતી કે યાદી જાહેર થયા બાદ અમુક જગ્યાએ વિવાદ સર્જાઈ શકે છે તેવું જ અમદાવાદ મ્યુનિસિપલ બે બેઠક થયું છે. કોંગ્રેસે ભાજપ પહેલા યાદી તો જાહેર કરી દીધી છે પરંતુ હવે સ્થાનિક કાર્યકર્તાઓ જ તે ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે.

રામોલ હાથીજણ વોર્ડમાં બે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પદમાબેન પરમાર અને શેખ રમીજરાજા અબ્દુલ અઝીઝને ઉમેદવાર તરીકે કોંગ્રેસે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જેમાંથી શેખ રમીજરાજાના નામને લઈને વિવાદ સર્જાયો છે.

CONTROVERSY OF 2 LEADER : વર્ષ 2024માં કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદ સર્જાતા કેટલાક યુથ કોંગ્રેસના અને NSUIના કાર્યકર્તાઓએ રાજીનામું આપી દીધું હતું. જે બાદ તે તમામ લોકો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાઈ ગયા હતા. શેખ રમીજરાજાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા. જય શાહ અને ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર સાથેના શેખ રમીજરાજાના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

CONGRESS TICKER CONTROVERSY OF 2 LEADER
CONGRESS TICKER CONTROVERSY OF 2 LEADER  રમીઝ રાજા શેખ ભાજપમાં જોડાયા તે સમયની તસવીર

જેને લઈને સ્થાનિક કાર્યકર્તાઓએ ભાજપના નેતાઓ સાથેના શેખ રમીજરાજાના ફોટો વાયરલ કરીને ઉમેદવારની પંસદગી લઈને સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ શહેર પ્રમુખને પત્ર લખી રજૂઆત કરી સવાલ ઉઠાવ્યા છે કે 2024માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી ક્યારે કરી છે.

CONTROVERSY OF 2 LEADER : રમીઝ પુનઃ કોંગ્રેસમાં જોડાય એ પૂર્વે જ પક્ષે ટિકિટ આપી દીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 2024 પછી શેખ રમીજરાજા NSUI અથવા યુથ કોંગ્રેસના એક પણ કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. તેમજ જો કોઈ કાર્યક્રમમાં હાજરી આપી હોય તો તેના ફોટો વીડિયો જાહેર કરવાની પણ સ્થાનિક કાર્યકર્તાઓએ માંગ કરી છે. શેખ રમીજરાજાના બદલે અન્ય ઉમેદવાર જાહેર કરવા માંગ કરવામાં આવી છે.

CONGRESS  TICKER CONTROVERSY OF 2 LEADER
CONGRESS TICKER CONTROVERSY OF 2 LEADER  ભાજપ નેતાઓ સાથે રમીઝ રાજા

સમગ્ર વિવાદને લઈને અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, રમીઝ છેલ્લા ઘણા સમયથી NSUI-યુથ કોંગ્રેસ સાથે જોડાયેલ છે. ઘણા બધા લોકો વિવાદ ઉભો કરવા માટે ખોટો પ્રચાર કરતા હોય છે. યુવાન ઉમેદવાર હોવાથી તેને ટિકિટ આપવામાં આવી છે. તે પહેલા પણ NSUIમાં વાઇસ પ્રીસિડેન્ટ તરીકે કામ કર્યું છે.

CONTROVERSY OF 2 LEADER : બિઝનેસના કામ માટે થોડા નિષ્ક્રિય હતા. જયરાજસિંહ સાથે જોડાયા હોય તેવી કોઈ વાત નથી. કોઈ કાર્યક્રમમાં મળતા હોય તે સમયના ફોટો હોય શકે છે. જેથી કોંગ્રેસમાં ફરી જોડાવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. તેને વર્ષો સુધી કામ કર્યું છે અને વેલફેરની ચૂંટણી પણ લડવાનો હતો. જો કે અત્યારે તેને પ્રચાર માટેનું કામ પણ શરૂ કરી દીધું છે. જેથી વોર્ડમાં કાર્યકરો સાથે વાતચીત કરી યોગ્ય સમાધાન લાવીશું.

તો વટવામાં ત્રણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સોએબઅલી સાબિરઅલી રાજપૂતના નામને વિવાદ સર્જાયો છે. સોએબઅલી સાબિરઅલી રાજપૂતના આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપી હોય તેવા કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જ્યાં પણ સ્થાનિક કાર્યકર્તાઓ ઉમેદવાર બદલવા માટેની માંગ કરી રહ્યા છે.

CONTROVERSY OF 2 LEADER : વટવા ઉમેદવારના વાયરલ ફોટોને લઈને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, વટવામાં અમારા સિનિયર નેતાઓએ વિસ્તારમાં ઘણું કામ કર્યું છે. વટવામાં 40 જેટલા બુથ છે તેની મુલાકાત લઈને અમે સોએબઅલી સાબિરઅલી રાજપૂતને ટિકિટ આપી છે. તેમજ 500 લોકોની મિટિંગ કરીને સ્થાનિક નામ નક્કી કરવામાં આવ્યું છે. ઉમેદવાર SIRની કામગીરીમાં પણ જોડાયેલા હતા.

જેથી યુવા ઉમેદવાર તરીકે તેને અમે ટિકિટ આપી છે. તે છેલ્લા બેથી ત્રણ મહિનાથી અમારી સાથે કામ કરે છે. પ્રભારી સાથે ચર્ચા કર્યા બાદ જ નામ નક્કી કરવામાં આવ્યું છે તે સતત અમારી સાથે જ હોય છે. ખાડિયામાં અનામતની સીટ જાહેર થઈ છે તેના આધારે માધુરી કલાપીબેન હતા જ્યાં OBC આવી ગયું છે જેથી તેમના પતિ છે તેમને ખાડિયામાં તક આપવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *