INDIAN ORIGIN JUDGE REJECTS DEFENSE : કેપિટલ હિલ હિંસાના કેસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મૂળ ગુજરાતી જજ અમિત મહેતાનો ઝટકો, જજે સંરક્ષણની દલીલ ફગાવી દીધી

INDIAN ORIGIN JUDGE REJECTS DEFENSE : અમેરિકાના રાજકારણ અને ન્યાયિક પ્રણાલી વચ્ચે ચાલી રહેલા મહત્વપૂર્ણ કાનૂની વિવાદમાં ભારતીય મૂળના ન્યાયાધીશ અમિત મહેતાનું નામ મુખ્ય રીતે ઉભરી આવ્યું છે. અમિત મહેતા મૂળ ગુજરાતના પાટણના વતની છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપતા વોશિંગ્ટનમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના એક ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટલ હિંસા પહેલાં આપેલું તેમનું ભાષણ રાષ્ટ્રપતિની સત્તાવાર ફરજોના દાયરામાં આવતું નથી અને તેથી તેમને રાષ્ટ્રપતિના સંરક્ષણનો લાભ મળી શકે નહીં.
આ ચુકાદો અમેરિકાના કેપિટલ પર 2021ના હુમલા તરીકે ઓળખાતી ઐતિહાસિક ઘટના સાથે સંબંધિત છે, જેણે અમેરિકન લોકશાહી પર ઊંડી અસર કરી હતી.
ન્યાયાધીશ મહેતાએ તેમના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે ટ્રમ્પનું ભાષણ પોલિટિકલ હતું, સત્તાવાર નહોતું અને જ્યોર્જિયાના સ્ટેટ સેક્રેટરી બ્રેડ રેફેન્સપરગરને ટ્રમ્પે ફોન કરીને ઉમેદવાર તરીકે ચૂંટણી પરિણામો બદલવાની અપીલ કરી હતી. એ રાષ્ટ્રપતિની સત્તાવાર ફરજોનો ભાગ નહોતો.

INDIAN ORIGIN JUDGE REJECTS DEFENSE : કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ફેડરલ જજ મહેતાએ ટ્રમ્પના 2022 માં યુએસ કેપિટલ પર 6 જાન્યુઆરીના રોજ થયેલા હુમલા માટે તેમને જવાબદાર ઠેરવવાના ત્રણ મુકદ્દમાઓને ફગાવી દેવાના પ્રયાસને ફગાવી દીધો હતો. ગયા વર્ષે 2025ના ઓગસ્ટમાં મહેતાએ બીજો એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો કે ગૂગલે ઓનલાઈન સર્ચમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે એન્ટિ-ટ્રસ્ટ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે.
1971માં ગુજરાતના પાટણમાં જન્મેલા મહેતાને 2014માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કોલંબિયા ડિસ્ટ્રિક્ટ માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કર્યા હતા.
- મહેતા એક વર્ષની ઉંમરે માતા-પિતા સાથે અમેરિકા ગયા હતા અને 1993માં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સમાં બી.એ. અને 1997માં યુનિવર્સિટી ઓફ વર્જિનિયા સ્કૂલ ઓફ લોમાંથી જે.ડી.ની ડિગ્રી મેળવી હતી.
- લૉ સ્કૂલ પછી મહેતાએ સાન ફ્રાન્સિસ્કોની લૉ ફર્મમાં કામ કર્યું અને પછી નવમી સર્કિટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સના સુસાન ગ્રેબર માટે ક્લાર્ક તરીકે કામ કર્યું. ક્લાર્કશીપ પછી અમિત મહેતાએ વોશિંગ્ટન, ડીસીમાં લૉ ફર્મમાં કામ કર્યું.
- યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, કોલંબિયા ડિસ્ટ્રિક્ટની વેબસાઇટ પરની તેમની પ્રોફાઇલ અનુસાર, તેઓ ફેસિલિટેટિંગ લીડરશીપ ઇન યુથના ભૂતપૂર્વ ડિરેક્ટર પણ છે, જે સ્કૂલ પછીની એક્ટિવિટીસ અને બાહોશ યુવાનો માટે મેટરિંગ માટે સમર્પિત પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે.
INDIAN ORIGIN JUDGE REJECTS DEFENSE : ન્યાયાધીશ મહેતાએ 1 એપ્રિલના રોજ ચુકાદો આપ્યો હતો કે પોલીસ અધિકારીઓ અને ડેમોક્રેટિક કાયદા ઘડનારાઓ દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમામાં અત્યાર સુધી રજૂ કરાયેલા પુરાવા સૂચવે છે કે 6 જાન્યુઆરી, 2021 ના રોજ વ્હાઇટ હાઉસની દક્ષિણમાં આવેલા પાર્ક ધ એલિપ્સમાં ટ્રમ્પનું ભાષણ પોલિટિકલ હતું અને તે રાષ્ટ્રપતિના સત્તાવાર કાર્યોના દાયરામાં આવતું નહોતું. એટલે કે તે સુપ્રીમ કોર્ટની ઈન્યુનિટી હેઠળ આવતું નથી.
મહેતાએ એ પણ તારણ કાઢ્યું કે ટ્રમ્પે 2 જાન્યુઆરી, 2021ના રોજ જ્યોર્જિયાના સ્ટેટ સેક્રેટરી બ્રેડ રેફેન્સપરગરને ફોન કર્યો હતો, જેમાં તેમણે પોતાને વિજેતા જાહેર કરવા માટે 11,780 મતો મેળવવા વિનંતી કરી હતી, આ પોલિટિકલ હતું.
INDIAN ORIGIN JUDGE REJECTS DEFENSE : જજે નોંધ્યું કે આ એક ઉમેદવારના શબ્દો હતા જેમણે રાજ્યના અધિકારીને જ્યોર્જિયા ચૂંટણી પરિણામોને ઉથલાવી દેવાની વિનંતી કરી હતી, તેમની સત્તાવાર ક્ષમતામાં કાર્યરત વર્તમાન રાષ્ટ્રપતિના શબ્દો નહોતા.
જોકે ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે ભાષણ અને ટ્રમ્પની ઘણી અન્ય એક્ટિવિટી બિનસત્તાવાર લાગી હતી. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પની કેટલીક એક્ટિવિટી, જેમાં જસ્ટીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આપેલા તેમના સૂચનો અને રમખાણો દરમિયાન તૈયાર કરાયેલા સોશિયલ મીડિયા મેસેજ સામેલ છે. તેમાં એટલા આર્ટીફિશિયલ કેરેક્ટર હતા કે કોઈપણ ટ્રાયલમાં ટ્રમ્પ વિરુદ્ધ ઉપયોગ કરી શકાય તેમ નહોતો.
INDIAN ORIGIN JUDGE REJECTS DEFENSE : ન્યાયાધીશે લખ્યું હતું કે આજનો કોર્ટનો નિર્ણય ચોક્કસ કામ માટે ઈમ્યુનિટી અંગેનો અંતિમ ચુકાદો નથી. મહેતાએ કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટ્રાયલ દરમિયાન બચાવ તરીકે ઓફિશિયલ એક્ટ્સ ઈમ્યુનિટીને ફરી લાગૂ કરવા માટે આઝાદ છે.”
INDIAN ORIGIN JUDGE REJECTS DEFENSE : ગુરુવારે, એક વધુ ભારતીય-અમેરિકન વકીલે ટ્રમ્પના બર્થરાઈટ સિટિઝનશિપ ખતમ કરવા માટે ઓર્ડરને પડકાર આપ્યો. કોન્સિટ્યૂશનલ એકાઉન્ટેબિલિટી સેન્ટરમાં સિનિયર અપીલેટ વકીલ સ્મિતા ઘોષ, યુએસ સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને પડકારતા વકીલોના ગ્રુપનો ભાગ છે, જે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા પછી તેમના કાર્યકાળના પહેલા દિવસે જ સહી કર્યા હતા.