
માંડવી ફ્રેન્ડઝ સોશિયલ ગ્રુપ દ્વારા ગરમ ધાબળા અને મોજાંનું વિતરણ
માંડવી ફ્રેન્ડઝ સોશિયલ ગ્રુપ દ્વારા વર્ષ–૨૦૨૬ની પહેલી તારીખથી સેવા કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત માંડવીના જૈન ભોજનાલય ખાતે શિયાળાની ઋતુમાં ઠંડીથી બચાવ માટે દાતાશ્રીઓના સહયોગથી જરૂરિયાતમંદોને ગરમ ધાબળા અને મોજાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અગાઉ પણ ફ્રેન્ડઝ સોશિયલ ગ્રુપ દ્વારા મસ્કા વાડી વિસ્તારની સુમરા વાસ સરકારી પ્રાથમિક શાળામાં ગ્રુપની બહેનોના સહયોગથી અંદાજે ૬૦ જેટલા બાળકોને પોષણયુક્ત નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવા કાર્યમાં હર્ષિકાબેન ગોર, ચક્ષિતાબેન કષ્ટા, એડવોકેટ કાશ્મીરાબેન રૂપારેલ, ડોક્ટર પારૂલબેન ગોગરી, જયશ્રીબેન ગિરનારી, કિર્તીબેન વ્યાસ, કલ્પનાબેન ઠક્કર, હર્ષાબેન ખત્રી, છાયાબેન વાલિયા તેમજ માલબાઈબેન સામરા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
ફ્રેન્ડઝ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી સમયમાં પણ આવા અનેક સમાજોપયોગી કાર્યો હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું હતું.