ગુજરાતમાં બેડ,આઈસીયુ અને વેન્ટીલેટર બાદ હવે શબ્વાહીનીની અછત લોકેશન : અમદાવાદ

સમગ્ર દેશમાં કોરોનાથી હાહાકાર

ગુજરાતમાં સતત વધી રહ્યો છે કોરોનાનો ભરડો ગુજરાતમાં બેડ, આઈસીયુ અને વેન્ટીલેટર બાદ હવે શબવાહિનીની અછત

અમદાવાદ અને સૂરતમાં કોરોનાથી અનેકના મોત

શબ વાહિનીમાં અનેક શબ લઇ જઈ રહ્યા છે ડ્રાઈવર સ્મશાનમાં પણ વેઈટીંગની સ્થિતિ

ગત સપ્તાહથી ગુજરાતના અમદાવાદ અને સૂરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.હોસ્પીટલમાં બેડ,ઓક્સીજન,વેન્ટીલેટર તેમજ દવા તો ઠીક ૧૦૮ એમ્બ્યુલન્સની પણ કમી સર્જાય છે.ચોમેર દર્દીઓને સારવાર ના મળવાથી મોત થતાં હોવાના અહેવાલ આવી રહ્યા છે.સારવારના અભાવના અહેવાલ વચ્ચે હવે શબ વાહિનીની પણ અછત સર્જાય હોવાના અહેવાલ આવી રહ્યા છે

કોરોનાએ સતત ઘબકતા અમદાવાદને પાંગળું કરી દીઘું છે તો ડાયમંડ સીટી સૂરતની સુરતજ બગાડી દીઘી છે.અમદાવાદ સ્થિત એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને સૂરત સ્થિત હોસ્પિટલમાં તો બેડ,ઓક્સીજન,વેન્ટીલેટર તેમજ દવા-ઇન્જેક્શન સહિત ૧૦૮ એમ્બ્યુલન્સની અછતના અહેવાલતો ઘણા દિવસથી પ્રકાશિત થઇ રહ્યા જ છે. પરંતુ હવે શબવાહિનીની પણ અછત સર્જાય હોવાના બનાવ સામે આવી રહ્યા છે.કોરોનાના કારણે થઇ રહેલા મોતના પગલે શબને સ્મશાન લઇ જવા માટેની શબ વાહિની ઓછી પડી રહી છે, અમદાવાદ અને સૂરતમાં એક શબ વાહિનીમાં એક સાથે અનેક શબને લઇ જઈ અલગ અલગ સ્મશાને લઇ જવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે.લોકોનું માનવું છે કે આવી સ્થિત કયારેય જોઈ નથી.અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકાર અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સંચાલિત શબ વાહિની શબને સ્મશાન સુધી લઇ જવામાં વ્યસ્ત છે.જયારે ઘરે મૃત્યુ પામતા લોકોને ખાનગી વાહનોમાં સ્મશાને લઇ જવામાં આવી રહ્યા છે.કારણ કે પોસ્ટમોર્ટમ રૂમમાં શબ વાહિની ઉપલબ્ધ નથી.પહેલા પોસ્ટમોર્ટમ સ્થિત શબ વાહિની એક ફોન પર ઉપલબ્ધ થઇ જતી હતી પરંતુ હોસ્પિટલોમાં મોતનો આંકડો સતત વધવાના કારણે હવે શબ વાહિની ૨૪ કલાક વ્યસ્ત રહે છે.અમદાવાદ અને સૂરતના અમુક સ્મશાનમાં તો અંતિમ સંસ્કાર માટે પણ કલાક જેટલો સમય લાગી રહ્યો છે કારણ કે અંતિમ સંસ્કાર માટે સીએનજી ભઠ્ઠીઓ પણ ઓછી પડી રહી છે. આ ઉપરાંત ઓનલાઈન ગેસ સુવિધાના અભાવ વાળા સ્મશાનગૃહમાં તો ગેસ પણ ખૂટી રહ્યો હોવાથી શબ વહીનીમાંથી શબ બહાર પણ કાઢવામાં આવતા નથી જ્યાં સુધી ગેસ ફરી ઉપલબ્ધ ના થાય.આ પહેલા શબ વાહિનીમાં વચ્ચે શબને રાખવાની જગ્યા હોતી હતી અને આસપાસ બેસવા માટે લાંબી બેંચ ફીટ કરેલી જોવા મળતી હતી.જેમાં મૃતકના પરિવાર અને સંબંધીઓ બેસતા હતા.હવે આ બેન્ચને હટાવી દેવામાં આવી છે અને શબ વાહિની સંપૂર્ણ રીતે શબ મુકવા માટે જ બનાવી દેવામાં આવી છે.આ શબ વાહિનીમાં એક વખતમાં જેટલા શબ આવે તેટલા રાખવામાં આવી રહ્યા છે જેથી વધુને વધુ શબ શક્ય તેટલા ઓછા સમયમાં સ્મશાન લઇ જઈ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *