ગુજરાતમાં કોરોનાનો તાંડવ યથાવત્, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 5469 નવા કેસ નોંધાયા, તો 54 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5469 કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,15,127 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 54 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 203 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 27,568 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ 
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1504 કેસ જ્યારે સુરત શહેરમાં 1087 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 361 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 277 કેસ, જ્યારે ગ્રામ્યમાં 139 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 405 કેસ અને ગ્રામ્યમાં 70 કેસ નોંધાયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *