COW WILL KNOWN AS MOTHER : ભુજમાં દેવનાથ બાપુના 9 દિવસના અનશનનો સુખદ અંત, મુખ્યમંત્રીએ હૈયાધારણા આપીકે ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો મળશે.

COW WILL KNOWN AS MOTHER : ભુજમાં દેવનાથ બાપુના 9 દિવસના અનશનનો સુખદ અંત, મુખ્યમંત્રીએ હૈયાધારણા આપીકે ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો મળશે.

COW WILL KNOWN AS  MOTHER
COW WILL KNOWN AS MOTHER

COW WILL KNOWN AS MOTHER : ગુજરાતમાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો મળે તે માટે વાગડના પ્રસિદ્ધ એકલ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને છેલ્લા નવ દિવસથી જિલ્લા મથક ભુજ કલેકટર કચેરી સામે સમર્થકો સાથે અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સાધુ સંતોની માંગણીને ધ્યાને લઈ હૈયાધારણા આપવામાં આવી છે. જેને લઈ આ આંદોલનનો આજે મધ્યાહને જિલ્લાના સત્તાધારી પદાધિકારીઓના હસ્તે સંતોને પારણા કરાવી સુખદ અંત લાવવામાં આવશે.

આ વિશે દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિમાં ગાયનું સ્થાન ધાર્મિક તથા પારિવારિક રીતે અદકેરું સ્થાન હોવાથી ગાયને માતાની ઉપમા આપવામાં આવી છે. જોકે, ગાયોની ક્યાંક અવગણનાને લઈ ગુજરાતમાં ગૌધનના સર્વધન અને સલામતી જાળવવા હેતુ ગાયને રાજ્યમાં માતાનો દરજ્જો મળે તે માટે રાજ્યના 160 ધારાસભ્યો અને વહીવટી કચેરી સમક્ષ સતત રજૂઆત કરવામાં આવી હતી.

COW WILL KNOWN AS MOTHER
COW WILL KNOWN AS MOTHER

COW WILL KNOWN AS MOTHER : બાદમાં ગત 22 તારીખથી ભુજ કલેકટર કચેરી સામે સંતોની અધ્યક્ષતામાં ગૌ પ્રેમીઓ તેમજ સમસ્ત સનાતન હિન્દૂ સમાજના અગ્રણીઓ સાથે અનશન શરૂ કરાયા છે. આ આંદોલનનો આજે બપોરે લાંબી લડત બાદ સરકાર દ્વારા માંગને સ્વીકારવામાં આવતા અંત આવશે.

COW WILL KNOWN AS MOTHER : ગઈકાલે કચ્છ સાધુ સંતનું પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું. જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાયને રાજ્ય માતાના દરજ્જો આપવાની માગને ધ્યાને લઇ આગામી સમયમાં તેના અમલવારી પર મહોર મારવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ આ વેળાએ સનાતન સમાજની લાગણીને માન આપવું સરકારની જવાબદારી હોવાનું કહ્યું હતું.

આ વેળાએ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સાથે કબરાઉ પાકડસર જાગીરના મહંત કૃષ્ણનંદજી મહારાજ, રવીગીરીજી, પ્રદીપ્તઆનંદજી મહારાજ, લાલગીરી બાપુ અને ધનજયગીરી બાપુ જોડાયા હતા.

COW WILL KNOWN AS MOTHER : દરમિયાન આ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે તેવી માંગ સાથે કચ્છના સંતો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ વેળાએ સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ગાયો માટે સરકારની અનેકવિધ યોજનાઓ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ગાયને રાજ્યમાં માતાનો દરજ્જો મળે તે માગ અંગે જરૂરથી વિચાર કરવામાં આવશે અને આ માગ સ્વીકારવા યોગ્ય પ્રયાસો કરવાની હૈયાધારણા આપી હતી.

આજે બપોરે 3 વાગ્યે સત્તાપક્ષના જિલ્લા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ અનશન આંદોલનનો સુખદ સમાધાન લાવવામાં આવશે. ત્યારે દેવનાથ બાપુએ સરકારના આ અભિગમને ધન્યવાદ પાઠવી સમસ્ત સનાતન સમાજ, ગૌ પ્રેમી અને સાધુ સંતોની લાગણીને માન આપવા બદલ મુખ્યમંત્રી અને તમામ સહયોગીઓનો આભાર પ્રગટ કરી ખુશી જાહેર કરી હતી. ચોક્કસથી આ નિર્ણય ગાયોના હિત જાળવવા મહત્વપૂર્ણ બની રહેશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *