STUDENT MURDER IN COLLEGE : ભુજની કોલેજમાં વિદ્યાર્થીની ની હત્યાને મામલે એબીવીપી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ સાથે રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.

STUDENT MURDER IN COLLEGE : ભુજની કોલેજમાં વિદ્યાર્થિનીની હત્યા મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) આવતીકાલે ગુજરાત રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરશે. ભુજની સંસ્કાર કોલેજમાં વિદ્યાર્થિનીની હત્યાના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માગ કરવામાં આવી છે.

એબીવીપીએ 30-31 ઓગસ્ટે ઊંઝા, મહેસાણા ખાતે યોજાયેલી ગુજરાત પ્રદેશ કારોબારી બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિરોધ પ્રદર્શન બાદ સંગઠનનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર સુપરત કરશે.
શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યની અનેક શાળા-કોલેજોમાં CCTV કેમેરા, મહિલા સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા અપૂરતી છે. કચ્છમાં તાજેતરમાં રાપરમાં પથ્થરમારીથી હત્યા અને મુંદ્રામાં છરીથી હુમલા જેવી ઘટનાઓ બની છે.
એબીવીપી ‘ABVP@YourCampus’ અભિયાન શરૂ કરશે. આ અભિયાન હેઠળ વિદ્યાર્થી સુરક્ષા, મહિલા સન્માન અને કેમ્પસમાં શિસ્ત માટે જાગૃતિ ફેલાવવામાં આવશે. દરેક કોલેજ-યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓની પ્રશ્નશોધ યાત્રા કરવામાં આવશે.
સંગઠને ચેતવણી આપી છે કે જો રાજ્ય સરકાર અને યુનિવર્સિટી પ્રશાસન તાત્કાલિક પગલાં નહીં લે તો વ્યાપક આંદોલન કરવામાં આવશે.