ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ….

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગે મનપાની ચૂંટણી મોકૂફ કરી દીધી છે. રાજ્યમાં વકરી રહેલા કોરોના સંક્રમણને લઇ ચૂંટણી મોકૂફ કરાઈ છે. ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીએ ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. તમામની રજૂઆત બાદ ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ થઈ જશે.

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા અંગે ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરશે.મહત્વનું છે કે, ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી CM રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. જો કે, ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી છે. અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે. 

ગાંધીનગર ચૂંટણીની તારીખ જાહેર

▪️ગાંધીનગર મહાનગર પાલિકા માટે 18 એપ્રિલે ચૂંટણી યોજાશે.

▪️20 એપ્રિલના દિવસે પરિણામ જાહેર કરાશે.

▪️પહેલી એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. 

▪️11 વોર્ડમાં ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર

▪️5 ચૂંટણી અધિકારી અને 5 મદદનિશ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *