IMFનો રિપોર્ટઃ કોરોનાના કારણે દેશનું દેવું ઐતિહાસિક સ્તરે, પરંતુ GDP ગ્રોથના મામલે નંબર 1

કોરોના સંકટના કારણે દેશનું દેવું-જીડીપી રેશિયો ઐતિહાસિક લેવલ પર પહોંચી ગયો છે. વર્ષ 2020માં દેશનું દેવું-જીડીપી રેશિયો 74 ટકાથી વધીને 90 ટકા સુધી પહોંચી ગયો છે. પરંતુ GDP ગ્રોથના મામલે નંબર 1 પર છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)ના એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2020માં ભારતનું કુલ ઉત્પાદન જો 100 રૂપિયાનું હતું, તો દેવાનો બોજ વધીને 90 રૂપિયા થઇ ગયો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં ભારતની કુલ જીડીપી અંદાજિત 189 લાખ કરોડ રૂપિયા અને દેવું 179 લાખ કરોડ રૂપિયા હતું. જોકે IMFએ પણ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થામાં હવે જે સુધારો થઇ રહ્યો છે, તેના કારણે આનો રેશિયો ઘટીને 80 ટકા સુધી આવી શકે છે.
જોકે એક રાહત આપતા એવા સમાચાર પણ છે કે IMFને અંદાજ છે કે ભારતીય અર્થવ્યવસ્થા 2021માં 12% ની વૃદ્ધિ કરશે, જે એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે જે કોવિડ -19 રોગચાળા દરમિયાન ગયા વર્ષે સકારાત્મક વિકાસ દર ધરાવે છે. 
ઉલ્લેખનીય છે કે, કોઇ દેશના કુલ દેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા દેવાનો યોગ હોય છે. તેને જ્યારે દેશમાં એક વર્ષની અંદર થયેલા કુલ ઉત્પાદન એટલે GDPથી વિભાજિત કરે છે તો દેવું-જીડીપી રેશિયો મળે છે.
શું કહ્યું IMFએ?
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર, IMFના નાણાકીય મામલે વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પાઓલો મૉરોએ કહ્યું કે, કોરોના મહામારી પહેલા વર્ષ 2019માં ભારતના દેવાનો રેશિયો GDPનો 74 ટકા હતો, પરંતુ વર્ષ 2020માં આ GDP અંદાજિત 90 ટકા સુધી આવી ગયો છે. આ વધારો ઘણો વધારે છે, પરંતુ બીજા ઉભરતા બજારો અથવા અદ્યતન અર્થવ્યવસ્થાઓનો પણ આ જ હાલ છે.
તેમણે કહ્યું કે, અમારો અંદાજ છે કે જેમ જેમ અર્થવ્યવસ્થા સુધરશે, દેવાના રેશિયામાં સુધારો થશે. અર્થવ્યવસ્થામાં સારો સુધારો થયો તો મધ્યમ અવધિમાં આ રેશિયો અંદાજિત 80 ટકા સુધી આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *