HPCLનું સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભચાઉમાં 15 દિવસ સુધી વિદ્યાર્થીઓ સાથે સફાઈ, ચિત્ર સ્પર્ધા અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાયા

HPCLનું સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભચાઉમાં 15 દિવસ સુધી વિદ્યાર્થીઓ સાથે સફાઈ, ચિત્ર સ્પર્ધા અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો

HPCL-MDPL
HPCL-MDPL

ભચાઉ પમ્પિંગ સ્ટેશને 1થી 15 જુલાઈ 2025 દરમિયાન રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા પખવાડા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ અભિયાન હેઠળ સ્થાનિક સમુદાયોમાં સ્વચ્છતા અને ટકાઉપણાના સંદેશને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

HPCL
સ્વચ્છતા અભિયાન

ભચાઉ તાલુકાના વોન્ધ અને કરમરીયા ગામમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. વોંધ કન્યા સરકારી શાળા, કરમરીયા પંચાયત પ્રાથમિક શાળા અને વોંધ ગ્રામ પંચાયત કચેરી ખાતે ચિત્ર સ્પર્ધાઓનું આયોજન થયું. શણની થેલીઓ અને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા પ્રતિજ્ઞા લીધી હતી.

ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કાર્યક્રમોમાં ભાગ લીધો. તેમને પ્રોત્સાહન રૂપે ઇનામો આપવામાં આવ્યા. સ્થાનિક રહેવાસીઓ માટે જાગૃતિ સત્રો યોજાયા. આ સત્રોમાં સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ વાતાવરણ માટે વ્યક્તિગત જવાબદારી અંગે માર્ગદર્શન અપાયું હતું.

ભચાઉના લોકેશન ઇન્ચાર્જ શ્રી મનોજ રાજુપંતુલા અને તેમની ટીમે અભિયાનને સફળ બનાવવા જહેમત ઉઠાવી. HPCL સમાજમાં સકારાત્મક યોગદાન આપવા અને રાષ્ટ્રીય મિશનને સમર્થન આપવા કટિબદ્ધ છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *