મુન્દ્રામાં આદર્શ ટાવર પાસે આડેધડ પાર્કિંગ અને મોટી બસોના કારણે ટ્રાફિક સમસ્યા

મુન્દ્રામાં આદર્શ ટાવર પાસે આડેધડ પાર્કિંગ અને મોટી બસોના કારણે ટ્રાફિક સમસ્યા

મુન્દ્રા
મુન્દ્રા

શહેરના આદર્શ ટાવર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. આ વિસ્તારમાં પોલીસ મથક નજીક હોવા છતાં રોજ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે. આદર્શ ટાવરમાં ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે. અહીં તોતિંગ બસો અવરજવર કરે છે. અદાણી પોર્ટ સહિતની મોટી કંપનીઓની બસો પણ આ સાંકડા રસ્તાનો ઉપયોગ કરે છે. વળી, મિની બસોનું સ્ટેન્ડ પણ આદર્શ ટાવર પાસે આવેલું છે.

મુન્દ્રા 1
મુન્દ્રા 1

સમસ્યા વધુ ગંભીર બને છે જ્યારે લોકો આડેધડ વાહનો પાર્ક કરીને જતા રહે છે. દિવસ દરમિયાન માર્ગની બંને બાજુએ મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનો પડ્યા રહે છે. વચ્ચેના માર્ગમાં કોઈ મોટું વાહન પાર્ક થાય તો અન્ય વાહનોની અવરજવર અટકી પડે છે.

આ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઘણી વખત વાહન ચાલકોને અડધો કલાક સુધી ટ્રાફિકમાં ફસાવું પડે છે. સ્થાનિક રહીશોની માંગ છે કે આ વિસ્તારમાં કાયમી ધોરણે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *