જમ્મુ થી 13 મું ગ્રુપ અમરનાથ યાત્રા માટે રવાના થયું, ગાંદરબલમાં યાત્રાળુઓનું વાહન પલટી જતાં 3 ઘાયલ

યાત્રાના પહેલા 11 દિવસમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા છે. રવિવારે 20,000 શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. આ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી.

સોમવારે, 6,100 યાત્રાળુઓનું ગ્રુપ જમ્મુથી ગાંદરબલના બાલતાલ અને પહેલગામના નુનવાન બેઝ કેમ્પ માટે રવાના થયું હતું.
ગાંદરબલ જિલ્લામાં ઝેડ-મોડ ટનલ પાસે યાત્રાળુઓના કાફલાને લઈ જતું એક વાહન પલટી ગયું. આ અકસ્માતમાં CRPFના ત્રણ જવાન ઘાયલ થયા છે. આ પહેલા રવિવારે કુલગામમાં ત્રણ બસો અથડાતા 10 મુસાફરો ઘાયલ થયા હતા.

અત્યાર સુધીમાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. 38 દિવસની આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી ચાલુ છે. તે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે પુરી થશે. ગયા વર્ષે આ યાત્રા 52 દિવસ ચાલી હતી અને 5 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો