
પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા’ ગત વર્ષે કોરોના કાળમાં બંધ કરાયેલી ટ્રેનો પૈકી ગાંધીધામથી રાજસ્થાનને જોડતી વધુ એક ટ્રેન આગામી 11 એપ્રિલથી દોડાવાશે. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગાંધીધામ -જોધપુર ટ્રેન (02484) ગાંધીધામથી દર મંગળવારે, ગુરૂવારે અને રવિવારે રાત્રે 10 વાગ્યે રવાના થઈ બીજા દિવસે 6.45 વાગ્યે જોધપુર પહોંચશે. જયારે આગામી તા. 10 એપ્રિલથી જોધપુરથી ટ્રેન રવાના થશે જે દર સોમવાર, બુધવારે અને શનિવારે રાત્રે 9.10 વાગ્યે જોધપુરથી રવાના થઈ બીજા દિવસે સવારે 6.05 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશાઓમાં સામખિયાળી, રાધનપુર, ભીલડી, મારવાડ ,ભીનમાલ, જાલોરસ્ટેશન ખાતે રોકાશે. રિઝર્વેશન તા. 6 એપ્રિલથી થઈ શકશે.’