TRAILER DRIVERS TERROR ON THE HIGHWAY : મુન્દ્રા હાઈવે પર ટ્રેલર ચાલકનો આતંક, 8 કિમી સુધી સર્પાકાર દોડ્યું વાહન, બાદમાં પલટી ખાધી

TRAILER DRIVERS TERROR ON THE HIGHWAY : મુન્દ્રા હાઈવે પર ટ્રેલર ચાલકનો આતંક, 8 કિમી સુધી સર્પાકાર દોડ્યું વાહન, બાદમાં પલટી ખાધી

TRAILER
TRAILER

TRAILER DRIVERS TERROR ON THE HIGHWAY : કચ્છના મુન્દ્રા તાલુકામાં સંભવિત દારૂના નશામાં ધૂત ટ્રેલર ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. છસરા અને મોખા ગામ વચ્ચે અંજાર-મુન્દ્રા હાઈવે પર આ ઘટના બની હતી.

સ્થાનિકોના મતે ટ્રેલર ચાલકે દારૂના નશામાં લગભગ 8 કિલોમીટર સુધી વાહનને સર્પાકાર ગતિમાં દોડાવ્યું હતું. આ દરમિયાન રસ્તા પરના અન્ય વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા. અંતે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રેલર પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં ટ્રેલર ચાલકને માથામાં ઈજાઓ થઈ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સ્થાનિક લોકોએ આવા બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો કે, આ મામલે હજુ સુધી પોલીસ દફ્તરે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. લોકોએ સંબંધિત તંત્ર પાસે આવા ગફલતભર્યા ડ્રાઇવિંગ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *