DRUGS CAUGHT IN GANDHIDHAM : ગાંધીધામની હોટલના રૂમમાંથી 17.31 લાખના ડ્રગ્સ સાથે 2 પંજાબના શખ્સો પકડાયા

DRUGS CAUGHT IN GANDHIDHAM : ગાંધીધામની હોટલના રૂમમાંથી 17.31 લાખના ડ્રગ્સ સાથે 2 પંજાબના શખ્સો પકડાયા

DRUGS CAUGHT IN GANDHIDHAM

DRUGS CAUGHT IN GANDHIDHAM : ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે જવાહરનગરમાં આવેલી અર્બુદા હોટેલના રૂમ નંબર 19માંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સપેક્ટર એમ.ડી.ચૌધરીની ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે પંજાબના બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓમાં તરનતારણના ગુરદેવસિંઘ રેશમસિંઘ જટ (48) અને અમૃતસરના ઈકબાલસિંઘ મુખત્યારસિંઘ લધડ (50)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી 34.430 ગ્રામ હેરોઈન, મોર્ફિન અથવા કોડિન જેવા માદક પદાર્થો મળી આવ્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી 17.21 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો, બે મોબાઈલ ફોન, 4,100 રૂપિયા રોકડા, એક આધાર કાર્ડ અને પ્લાસ્ટિકની કોથળી મળીને કુલ 17.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(સી), 22(બી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભુજના કેમ્પ એરિયામાંથી SOGએ એક મહિલાને એમડી ડ્રગ્સ સાથે ઝડપી હતી. બે દિવસમાં બે અલગ-અલગ કેસ સામે આવતા કચ્છમાં ડ્રગ્સના વ્યાપક સેવનની આશંકા વધી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *