SWAMINARAYAN TEMPLE CLEVELAND : વડતાલ સંપ્રદાય દ્વારા 100 વર્ષ જુના ચર્ચને 180 કરોડમાં ખરીદી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું .

SWAMINARAYAN TEMPLE CLEVELAND : વડતાલ સંપ્રદાય દ્વારા 100 વર્ષ જુના ચર્ચને 180 કરોડમાં ખરીદી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું .

SWAMINARAYAN TEMPLE CLEVELAND
SWAMINARAYAN TEMPLE CLEVELAND

SWAMINARAYAN TEMPLE CLEVELAND : વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દેશ-વિદેશમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે એકસાથે અમેરિકાની ધરતી પર 3 મંદિરનું અનાવરણ કરવામાં આવશે. અમેરિકાના ઓહાયો રાજ્યના કલીવલેન્ડમાં, નોર્થ કેરોલીના રાજ્યના રાલે શહેરમાં અને સાનહોજે રાજ્યમાં ફ્રીમોન્ટ શહેરમાં 200 કરોડથી વધુના ખર્ચે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિર બનાવવામાં આવ્યાં છે, જે પૈકી ક્લીવલેન્ડ મંદિર પહેલાં 100 વર્ષ જૂનું ચર્ચ હતું, એની જગ્યાએ મંદિર તૈયાર કરાયું છે, વર્ષ 2023માં 1.2 મિલિયન યુએસ ડોલરમાં ચર્ચ ખરીદ્યું અને 2 વર્ષમાં મંદિર તૈયાર કર્યું.

SWAMINARAYAN TEMPLE CLEVELAND 1
SWAMINARAYAN TEMPLE CLEVELAND 1

ઓહાયોના ક્લીવલેન્ડમાં 100 વર્ષ જૂનું ચર્ચ, જેને સ્વામિનારાયણ મંદિર બનાવાયું.

SWAMINARAYAN TEMPLE CLEVELAND : જૂની ઈમારતને મંદિર માટે યોગ્ય બનાવવાના જીર્ણોદ્ધાર માટે અંદાજે 1 મિલિયન ડોલરનો ખર્ચ થયો છે, જેમાં ચર્ચના સ્થાપત્યમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. અમેરિકામાં બનાવેલા ત્રણેય મંદિર વિશે માહિતી આપતા વડતાલ ગાદીના ચેરમેન ડો. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, ઓહાયો રાજ્યમાં ક્લીવલેન્ડમાં નિત્ય સ્વરૂપ સ્વામી સરધાર દ્વારા મંદિર, નોર્થ કેરોલિના રાજ્યના રાલે શહેરમાં ભક્તિપ્રકાશ સ્વામી દ્વારા અને સાનહોજે રાજ્યમાં ફ્રિમોન્ટ શહેરમાં દેવપ્રકાશદાસજી સ્વામી દ્વારા મંદિર નિર્માણ કરાયું છે.

આ ત્રણેય મંદિરોમાં મૂર્તિઓ અને સિંહાસનનો ભારતમાં તૈયાર કરીને વડતાલ સંસ્થા દ્વારા મોકલાયા છે. આ. રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ત્રણેય મંદિરોમા પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ મંદિરોમાં સ્વામિનારાયણ પ્રભુ સહિત હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાની મૂર્તિ પ્રસ્થાપિત કરાઇ છે.

મંદિરના નિર્માણ માટે 15થી વધુ પ્રકારની સરકારી મંજૂરીઓ લેવી પડી

  • જોઈંગ એપ્રુવલ
  • બિલ્ડિંગ પરમિટ
  • ફાયર સેફટી કોમ્પલાયન્સ
  • વોટર એન્ડ સેનિટેશન ડિપાર્ટમેન્ટ
  • બાંધકામ
  • નકશા પાસ કરાવવા
  • ઇલેક્ટ્રિક માટે મંજૂરી
  • રૂફ માટેની મંજૂરી
  • લગાસ થિકનેસ મંજૂરી
  • વોટર પરમિશન
  • ડ્રેનેજ પરમિશન
  • લેન્ડસ્કેપ પરમિશન
  • પાર્કિંગ પરમિશન (ટ્રાફિક વ્યવસ્થા)

SWAMINARAYAN TEMPLE CLEVELAND : ત્યાં સરકારી અધિકારી આવીને (બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના સભ્ય) ત્યાર બાદ સિઓ (સર્ટિફિકેટ) ત્યાર બાદ મંદિર વપરાશની મંજૂરી મળે છે. વડતાલધામ હિન્દુ મંદિરથી ત્યાં વસતા ગુજરાતીઓને શું લાભ થશે?

ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ મળશે, સંતોના આશીર્વાદ અને દૈનિક ધાર્મિક માર્ગદર્શન મળશે,બાળકો અને યુવાનો માટે નૈતિક શિક્ષણ ઉપલબ્ધ થશે,સમુદાય જોડાણ અને સંસ્કૃતિ જાળવાશે
ચર્ચની જગ્યાએ મંદિરનું નિર્માણ કેવી રીતે થયું? ચર્ચની જગ્યાએ મંદિર બનાવતી વખતે મંદિર શૈલી મુજબનું નિર્માણ અને રિનોવેશન કરાયું. બહાર શિખર અને ઘુમ્મટ સહિત ભારતીય મંદિરો જેવી કલા શૈલી અપનાવવામાં આવી છે.

SWAMINARAYAN TEMPLE CLEVELAND 2
SWAMINARAYAN TEMPLE CLEVELAND 2

જૂના થઈ ગયા હોય તેવા ચર્ચને વેચવામાં આવતા હોય છે. ચર્ચમાંથી મંદિરમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયામાં ચર્ચના મૂળ માળખા, એના સ્થાપત્યમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવતો.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *