2 INCH RAIN IN 5.5 HOURS : સુરતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત, બે કલાકમાં સાડાપાંચ ઈંચ તમામ સ્કૂલમાં રજા

2 INCH RAIN IN 5.5 HOURS : સુરતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત, બે કલાકમાં સાડાપાંચ ઈંચ તમામ સ્કૂલમાં રજા

2 INCH RAIN IN 5.5 HOURS
2 INCH RAIN IN 5.5 HOURS

હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. ગઈકાલે રાત્રે પણ મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે (23 જૂન) વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતાં લોકો ચિંતામાં મુકાયા છે. આજ વહેલી સવારથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે.

2 INCH RAIN IN 5.5 HOURS : સવારે 8:00થી 10 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 135 મિમી એટલે કે સાડાપાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતના તમામ વિસ્તારોના રસ્તાઓ નદીઓ બની ગયા છે. ઠેર-ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.

2 INCH RAIN IN 5.5 HOURS
2 INCH RAIN IN 5.5 HOURS

સુરતમાં સવારથી અવિરત વરસાદ વરસતો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા શિક્ષણ અધિકારીને સ્કૂલોમાં રજા જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સ્કૂલોમાં સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોંચાડવાની સૂચના અપાઈ છે. તો બપોર પાળીમાં રજા જાહેર કરાઈ છે.

અડાજણ એલપી સવાણી પાર્ક કેનાલ રોડ પર આવેલી કોઈ પાસે પાણી ભરાઈ જતા સ્કૂલેથી બાળકોને લઈને જતાં વાલીઓ હાલાકીમાં મુકાયા હતાં. પિતાએ બાળકને ખભે બેસાડી વરસાદી પાણીથી બચાવ્યું હતું. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવા પડી રહ્યો છે.

2 INCH RAIN IN 5.5 HOURS : સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદને કારણે ઠેર પાણી ભરાઈ જવાના બનાવ બન્યા છે. પુણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી અનેક વાહનો બંધ પડ્યા છે.

2 INCH RAIN IN 5.5 HOURS
2 INCH RAIN IN 5.5 HOURS

સુરતને મેઘરાજા ધમરોળતા બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સવારે 8:00થી 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં બે કલાકમાં 135 મિમી વરસાદ ખાબક્યો છે. સુરતના તમામ વિસ્તારોના રસ્તાઓ નદીઓ બની ગયા છે. લોકો અને વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર-ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *