અમદાવાદ રથયાત્રા: સરસપુરના રણછોડજી મંદિરમાં મામેરાના દર્શન

અમદાવાદ રથયાત્રા: સરસપુરના રણછોડજી મંદિરમાં મામેરાના દર્શન

અમદાવાદ : શહેરના જગન્નાથ મંદિરથી નીકળનારી 148 મી રથયાત્રા પહેલાના મહત્વના પ્રસંગોમાંના એક મામેરાના દર્શન રવિવારની સવારથી ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલરામ જ્યારે નગરચર્યાએ નીકળે મોસાળ સરસપુરમાં વિસામો લે છે. આ પ્રસંગે હજારો લોકોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

સરસપુરના રણછોડજી મંદિરને ભગવાનનું મોસાળ માનવામાં આવે છે. 22 જુન, રવિવારની સવારથી રાત્રિ સુધી ભક્તો માટે ભગવાન જગન્નાથના વાઘા, અલંકૃત ઘરેણાંના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા છે.

રણછોડજી પરિસર અને આખાય વિસ્તારમાં ઉત્સવનો માહોલ છે. દર્શન માટે લાંબી કતારો લાગી ગઈ હતી. ભજન કિર્તનમાં હજારો ભાવિક ભક્તો જોડાય હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *