ગુજરાતના 8 જિલ્લામાં 1459 ગ્રામપંચાયતની ચૂંટણી, મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર, મહીસાગરના બારોડા ગામમાં પ્રથમ વાર ચૂંટણી

ગુજરાતના 8 જિલ્લામાં 1459 ગ્રામપંચાયતની ચૂંટણી, મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર, મહીસાગરના બારોડા ગામમાં પ્રથમ વાર ચૂંટણી

GRAM PANCHAYAT ELECTION
GRAM PANCHAYAT ELECTION

વરસાદી માહોલમાં પણ મતદારોમાં ઉત્સાહ

GRAM PANCHAYAT ELECTION
GRAM PANCHAYAT ELECTION

ગુજરાત રાજ્યની કુલ 8326 ગ્રામપંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું આજે 22 જૂનના રોજ મતદાન શરૂ થયું છે. જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદની 59, આણંદની 152, છોટાઉદેપુરની 126, દાહોદની 263, ખેડાની 268, મહિસાગરની 96, પંચમહાલની 249 અને વડોદરા જિલ્લાઓની 246 ગ્રામ પંચાયત માટે પણ આજે મતદાન શરૂ થયું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 25 જૂને મતગણતરી થશે. મતદાન મથકો પર મહિલા મતદારોની લાંબી કતાર જોવા મળી રહી છે.

મહીસાગર જીલ્લાની એક એવી ગ્રામ પંચાયત કે જ્યાં 50 વર્ષ બાદ પ્રથમવાર અહીં મતદાન થઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો આઝાદી પછી પહેલીવાર ગામમાં સરપંચ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. મહીસાગરના વીરપુર તાલુકાના બારોડા ગામની કે, જ્યાં વર્ષ 1976 માં ભારોડી ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થઈ અને બારોડા ગ્રામ પંચાયત બની હતી. ત્યારથી લઇ અત્યાર સુધી અહીં સરપંચની ચૂંટણી યોજાઈ ન હતી.

ખેડા જિલ્લાની 273 ગ્રામ પંચાયતો પૈકી કેટલીક બેઠકો બિનહરીફ આવી છે તો મોટાભાગની બેઠકો ખાલી પડી રહી છે. જેના કારણે હવે સામાન્ય અને પેટા ચૂંટણી મળીને 99 ગામની પંચાયતમાં રવિવારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાનનો પ્રારંભ થયો છે. સરપંચ તેમજ વોર્ડના સભ્યો મળી 894 ઉમેદવારોનું ભાવી મતદારો આપશે. જેમાં ચૂટણી છે એવી 99 પૈકી 84 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને 15 ગામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

થરાદના કુંભારા ગામના 103 વર્ષીય કમિબેન માનસિંગભાઈ સુથારે દરેક ચૂંટણીમાં પોતાની ફરજ સમજીને મતદાન કર્યું છે. આ વખતે પણ તેમણે મતદાન કર્યું છે. તેમની આ પ્રતિબદ્ધતા અન્યો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે લોકશાહી પ્રક્રિયામાં દરેક નાગરિકનો ફાળો કેટલો મહત્વનો છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *