HEAVY RAIN IN GUJARAT : ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ દરવાજા ખોલાયા, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

HEAVY RAIN IN GUJARAT : ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ દરવાજા ખોલાયા, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

HEAVY RAIN IN GUJARAT
HEAVY RAIN IN GUJARAT

HEAVY RAIN IN GUJARAT : રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ ભાવનગરમાં આજે અને કાલે એમ બે દિવસ સુધી તમામ શાળાઓમાં રજા રાખવા આદેશ કરાયો છે.

ભારે વરસાદના પગલે બોટાદના લાઠીદડમાં ઈકો કાર તણાઈ જતા પાંચ લોકો લાપતા છે. જેમની શોધખોળ કરાઇ રહી છે. જ્યારે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે. બીજી તરફ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ 59 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે.

HEAVY RAIN IN GUJARAT : આવતીકાલે એટલે કે 18 જૂનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. અને આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

HEAVY RAIN IN GUJARAT : સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *