પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભામાં આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી સાથેના સંસ્મરણો યાદ કર્યા

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભામાં આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી સાથેના સંસ્મરણો યાદ કર્યા

પૂર્વ મુખ્યમંત્રી

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં  વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. ગઈકાલે તારીખ 16.06.2025ને સોમવારના રોજ તેમના પાર્થિવ દેહને રાજકોટ લાવી બાદમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેઓ પંચમહાભૂતમાં વિલીન થયા હતા. આજે મંગળવારના રોજ બપોરના 3 થી 6 વાગ્યા સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થના સભામાં નામી અનામી લોકો હજારોની સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને વિજયભાઈના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે.

રાજકોટમાં આજે  પ્રાર્થના સભામાં  અરવિંદ કેજરીવાલ અને ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હાજરી આપી હતી અને વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

હેમંત ચૌહાણે શ્રદ્ધાસુમન પાઠવતા કહ્યું કે, હૃદય માનવા તૈયાર નથી કે વિજયભાઈ આપણી વચ્ચે નથી. વિજય ભાઈ નિષ્ઠાવાન ઉમદાવાન વ્યક્તિ હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *