પૂર્વ CM વિજય રૂપાણીનું વિમાન અકસ્માત થતાં સારવાર બાદ દુઃખદ નિધન થયાનું જાણવા મળ્યું છે

અમદાવાદ (Ahmedabad) શહેરમાં મેઘાણીનગર વિસ્તારમાં ગુજસેલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ (Plane Crash) થવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પ્લેન ક્રેશ થતાં ધૂમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યાં છે. જાનહાનિની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. અમદાવાદમાં IGB કમ્પાઉન્ડની પાછળ વિમાન દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થયું હોવાની વિગતો સામે આવી છે. પૂર્વ CM વિજય રૂપાણીનું વિમાન અકસ્માત થતાં સારવાર બાદ નિધન થયું છે.
લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિમાન દુર્ઘટનાને લઈ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યું છે કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે. તે શબ્દોમાં કહી શકાય નહીં તેવું હૃદયદ્રાવક છે. આ દુઃખદ ઘડીમાં, મારી સંવેદના તેનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ સાથે છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે કામ કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું.

UKના વડાપ્રધાન કૈર સ્ટાર્મરે અમદાવાદ પ્લેન ક્રેશ પર તમામ વિગતો મેળવી રહ્યાં છે. મૃતકોને લઈ સાંત્વના પાઠવી છે.
અમદાવાદના આર્મી કેન્ટ ખાતે ભારતીય સેનાએ તેની સીમા દિવાલ તોડી નાખી છે જેથી અકસ્માત સ્થળ સુધી સરળતાથી પહોંચી શકાય. હાલમાં સિવિલ એરિયાથી અકસ્માત સ્થળ તરફ જવા માટે એક સાંકડો રસ્તો ઉપલબ્ધ છે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
ATSની ટીમ દુર્ઘટનાસ્થળે પહોંચી છે. એર ઈન્ડિયાએ ઈમરજન્સી નંબર જાહેર કર્યો છે. ફ્લાઈટમાં 11 બાળકો અને 2 નવજાત શિશુ હતા.હાલ પૂર્વ CM વિજય રૂપાણી સારવાર હેઠળ છે. અમિત શાહે રાજ્ય પોલીસ વડા સાથે વાતચીત કરી ઘટનાનો તાગ મેળવ્યો છે. મેડિકલ કોલેજનાં 50 થી 60 વિદ્યાર્થીઓનાં મોત થયાની આશંકા છે. મૃતદેહો ઢાંકવા મહિલાઓઓ પોતાની સાડીઓ આપી છે. જે.પી. નડ્ડાએ સી.આર. પાટીલ સાથે વાતચીત કરી છે.
ગૌતમ અદાણીએ અમદાવાદએરપોર્ટ પર થયેલ વિમાન દુર્ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યુ છે. મૃતકો તેમજ ઘાયલોનાં પરિવારને જરૂરી મદદ કરવાની તૈયારી દાખવી છે.
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા દિલ્હીથી રવાના થઈ ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવાની કામગીરી હાથ ધરી છે.
એરપોર્ટ ઓથોરિટીએ ફ્લાઈટમાં સવાર મુસાફરોનું લિસ્ટ જાહેર કર્યુ છે. 30 મુસાફરોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે. 1 મુસાફર કેનેડાનો, 53 બ્રિટન, 7 પોર્ટુગીઝ, 169 ભારતીયોન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર ફ્લાઈટમાં હતા. પ્લેન 12 વર્ષ જૂનું હતું.
CM ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દુર્ઘટનાસ્થળે પહોંચ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકે્શ પટેલ થોડીવારમાં સિવિલ હોસ્પિટલ પહોંચશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. પૂર્વ CM વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી છે. NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. BSF ટીમ રેસ્ક્યૂ માટે રવાના થઈ ગઈ છે.
અમદાવાદ શહેરમાં મેઘાણીનગર વિસ્તારમાં ગુજસેલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ (Plane Crash) થયું છે. વિમાનમાં 242 મુસાફરો સવાર હોવાની માહિતી મળી રહી છે. 171 એર ઈન્ડિયા બોઈંગ વિમાન ટેક ઓફ થતાં ક્રેશ થયું હોવાની માહિતી મળી રહી છે. હાલ આગ ઓલવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં 133 જેટલા મુસાફરોમાંથી 25નાં મોત થયાની વિગતો પ્રાપ્ત થઈ છે.
અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે. ટેક ઓફ થયાની 10 મિનિટમાં જ પ્લેન બિલ્ડીંગ સાથે અથડાતા 242 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્લેન ક્રેશ થતાં નજીકના ઈમારતો બળીને ભસ્મિભૂત થઈ છે. ઘટનાની નજીકના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ એરપોર્ટથી લંડન જવા રવાના થયેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું — જેમાં લગભગ ૨૫૦ જેટલા મુસાફરો સવાર હતા.
આ ભયંકર દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના દુઃખદ અવસાનની ખબર સમગ્ર રાજ્ય માટે અત્યંત આઘાતજનક છે.
દુર્ઘટનામાં જીવ… pic.twitter.com/q1ihgjpp2k
— Shankersinh Vaghela (@ShankersinhBapu) June 12, 2025