
અમદાવાદ IIM કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. અમદાવાદ IIM કેમ્પસમાં વધુ 5 કોરોનાના કેસ સામે આવ્યા. 26-27 માર્ચના દિવસે 5 લોકોએ RT-PCR ટેસ્ટ કરાવ્યા હતા. અને આ તમામ 5 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. IIMમાં 12 દિવસમાં કુલ 45 કોરોનાના કેસ સામે આવ્યા છે.
અગાઉ જ્યારે IIMમાં ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે IIMના 40 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થવાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે 40માંથી 5 વિદ્યાર્થી 12 માર્ચે મેચ જોવા ગયા હતા. જેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હતી. અને ડોમ ટેસ્ટિંગ દરમિયાન પણ પોતાના સરનામા ખોટા આપ્યા હતા. ગતરોજ અન્ય વિદ્યાર્થીઓએ ટેસ્ટ કરાવતા 17ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલ IIMમા કોરોના સંક્રમિતોની સંખ્યા 45 પર પહોંચી છે.