ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ કવાયતની વધારી ગતિ…

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. ત્યારે ગઇકાલે ગાંધીનગર ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના બોર્ડના સભ્યો, સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી આવાસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર મનપાના કુલ 11 વોર્ડની 44 બેઠકો છે, જેમાં 500થી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી. ભાજપ નિરીક્ષકોએ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા બાદ આખરી રિપોર્ટ પ્રદેશ નેતાગીરીને સોંપ્યો હતો. જેના આધારે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. જે આગામી થોડા દિવસોમાં જાહેર થશે. મહત્વનું એ છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની 5 મે ના રોજ મુદત પૂર્ણ થઈ રહી છે. આગામી 18 એપ્રિલના રોજ ગાંધીનગરના 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન યોજવાનું છે. જ્યારે મતગણતરી 20 એપ્રિલના રોજ યોજાશે. આ ચૂંટણી માટે ઉમ્મેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ છે, જ્યારે 3 એપ્રિલે ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ છે અને 5 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *