SURAT CRIME BRANCH : ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, સરથાણામાં 7.44 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે 4ની ધરપકડ

મુંબઈથી કારના સ્ટીયરિંગ હોર્નના ફાયબર કવર નીચે ડ્રગ્સનો જથ્થો લાવીને સુરતમાં છૂટક વેચાણ કરતા હતા
SURAT CRIME BRANCH : સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સરથાણા શ્યામધામ મંદિર પાસે જાહેર રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા, પોલીસે 7,44,500 રૂપિયાની કિંમતનું 74.450 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક ફોર વ્હીલ, રોકડા રૂપિયા 18 હજાર મળી કુલ 12,97,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ ફોરવ્હીલ ગાડીમાં મુંબઈ જઈ રાત્રીના સમયે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદી પોલીસથી બચવા સારું ફોરવ્હીલના સ્ટેરીંગના હોર્નના ફાયબરના કવર નીચે છુપાવી સુરત શહેરમાં લાવી છૂટક વેચાણ કરતા હતા
SURAT CRIME BRANCH : સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સરથાણા શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે જાહેર રોડ પરથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર આરોપી પંકજ કુમાર નંદલાલભાઈ પાસવાન [ઉ.૩૧], સરફરાઝ ઉર્ફે રોમિયો સરફૂદિન અન્સારી [ઉ.૩૨] રોહનકુમાર કિશોરભાઈ રાઠોડ [ઉ.૨૨] અને જગતજીવન ચિત્રસેન રાઉત [ઉ.૨૦] ને ઝડપી પાડ્યા હતા
પોલીસે આરોપી પાસેથી 7,44,500 રૂપિયાની કિમંતનું 74,450 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 4 લાખની કિમંતની ફોરવ્હીલ ગાડી, રોકડા રૂપિયા 18 હજાર, 1.35 લાખની કિમંતના 7 નંગ મોબાઈલ ફોન સહીત કુલ 12,97,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો,
SURAT CRIME BRANCH : પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ફોરવ્હીલ ગાડીમાં મુંબઈ જઈ રાત્રીના સમયે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદી પોલીસથી બચવા સારું ફોરવ્હીલના સ્ટેરીંગના હોર્નના ફાયબરના કવર નીચે છુપાવી સુરત શહેરમાં લાવી છૂટક વેચાણ કરતા હતા
ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ લોકો ૩ ટ્રીપ મારી ચુક્યા છે તેઓ ક્યાંથી લાવતા હતા અને કોને કોને આપતા હતા એ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. આમની અત્યાર સુધીની પોલીસ તપાસ દરમ્યાન કોઈ ક્રિમીનલ હિસ્ટ્રી મળી આવી નથી આ બાબતે તપાસ કરી રહ્યા છીએ
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો