HEAVY RAIN ALERT IN GUJARAT : ગુજરાતમાં 28 મે સુધી પવન-ગાજવીજ સાથે ભારે વરસાદ, આજે 31 તાલુકામાં વરસાદ નોંધાયો

HEAVY RAIN ALERT IN GUJARAT : ગુજરાતમાં 28 મે સુધી પવન-ગાજવીજ સાથે ભારે વરસાદ, આજે 31 તાલુકામાં વરસાદ નોંધાયો

HEAVY RAIN ALERT IN GUJARAT
HEAVY RAIN ALERT IN GUJARAT

HEAVY RAIN ALERT IN GUJARAT : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે શનિવારે (24 મે, 2025) રાજ્યના 31થી વધુ તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 28 મે સુધી રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (25 મે) જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને 26 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાય સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

HEAVY RAIN ALERT IN GUJARAT
HEAVY RAIN ALERT IN GUJARAT

HEAVY RAIN ALERT IN GUJARAT : 27 મેના રોજ 8 જિલ્લામાં ભારે વરસાદને હવામાનની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 28 મેના રોજ નવસારી, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

રાજ્યમાં આજે 24 મે, 2025ના રોજ 31થી વધુ તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં વલસાડના વાપી, નવસારી અને નવસારીના વાસંદામાં 1 થી 1.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે 28 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં 28 મે સુધી પવન-ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, આજે 31 તાલુકામાં વરસ્યો વરસાદ 2

24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ

HEAVY RAIN ALERT IN GUJARAT
HEAVY RAIN ALERT IN GUJARAT

HEAVY RAIN ALERT IN GUJARAT : જ્યારે 23 મેના સવારના 6 વાગ્યાથી 24 મેના સવારના 6 વાગ્યા દરમિયાન 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલીમાં 3.39 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 1.73 ઈંચ, અમરેલીના લાઠીમાં 1.30 ઈંચ, જૂનાગઢના માંગ્રોલમાં 1.26 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ 14 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં 28 મે સુધી પવન-ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, આજે 31 તાલુકામાં વરસ્યો વરસાદ

HEAVY RAIN ALERT IN GUJARAT
HEAVY RAIN ALERT IN GUJARAT

 

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *