કોરોનાની બીજી લહેરમાં નિયમોનું પાલન જરૂરી…

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 47 હજાર 9 નવા કેસ આવ્યા છે. આ એક દિવસમાં આવનારા નવા કેસમાં સૌથી વધારે છે. દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 1 કરોડ 16 લાખ 45 હજાર 719 થઈ છે આ સિવાય રિકવર દર્દીની સંખ્યા  1 કરોડ 11 લાખ 49 હજાર 324 થઈ છે તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી દેશમાં 213ના મૃત્યુ થયા છે. 

પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સંક્રમણ વધ્યા બાદ પ્રશાસને કોરોના ગાઈડલાઈન્સના પાલનમાં કડકાઈ દેખાડી છે. સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસના બચાવના ઉપાયોનું પાલન કરવામાં બેદરકારીના કારણે સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે 80 ટકા કેસથી વધારે કેસ આ રાજ્યોમાંથી છે. મંત્રીએ ભાર આપતાં કહ્યું કે માસ્ક લગાવવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે કોરોનાના નિયમનું પાલન જરૂરી છે. તેનું પાલન વેક્સીનેશન સિવાય પણ કરવું જરૂરી છે. 

સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું છે કે કેટલાક રાજ્યોમાં વધતા કેસની ભાગીદારી 80 ટકાથી વધારે છે. તેઓએ કહ્યું કે દેશમાં સંક્રમણના વધતા પ્રમુખ કારણે કોરોના વ્યવહારમાં બેદરકારી આવી છે. એ નક્કી કરવું જરૂરી છે કે વેક્સીનની ઉપલબ્ધતા બાદ પણ કોરોનાના નિયમોનું પાલન કરાય. મંત્રીએ કહ્યું કે યોગ્ય કોવિડ વ્યવહાર અને કોવિડ વેક્સીનેશનને માટે જાગરુકતા વધારવાની જરૂર છે અને વેક્સીનેશનને જન આંદોલન કરવાની જરૂર છે. હાલ સુધીમાં 3 કરોડ લોકોને વેક્સીન અપાઈ છે અને અભિયાનને વધારે ફાસ્ટ કરાયું છે. આ મહામારીમાં તે જ મોટું હથિયાર છે. 

જાણો કોરોનાની બીજી લહેરમાં સંક્રમણથી બચવા શું કરશો અને શું નહીં

શું કરશો

★ વ્યક્તિગત સ્વચ્છતા જાળવો. ઓછામાં ઓછા 20 સેકંડ માટે હાથને સાબુથી ધૂઓ.

★ બહાર હોવ તો એન્ટીબેક્ટેરિયલ હેન્ડ સેનિટાઈઝર સાથે રાખો અને નિયમિત રીતે લગાવો. 

★ ઘરની બહાર જતા સમયે હંમેશા ફેસ માસ્કનો ઉપયોગ કરો.

★ ખાંસી કે છીંક આવે તો મોઢાને ટિશ્યૂ કે રૂમાલથી ઢાંકો, જો તમારી પાસે રૂમાલ કે ટિશ્યૂ નથી તો કોણીમાં સ્લીવ પર છીંક ખાઓ. 

★ બહાર હોવ તો માસ્કમાં જ છીંક ખાઓ. તેને ખોલો નહીં. 

★ ઉપયોગમાં લીધેલા ટિશ્યૂને કચરાના બંધ ડબ્બામાં રાખો. 

★ પીપીઈ કિટ, ફેસ માસ્ક અને ગ્લવ્ઝની સુરક્ષાની વસ્તુઓને યોગ્ય રીતે સુરક્ષિત કરો. 

★ શક્ય હોય તો ઘરેથી જ કામ કરો. 

★ તમે અસ્વસ્થતા અનુભવો છો તો ઘરે જ રહો. તાવ, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. 

 
શું ન કરવું

★ શક્ય હોય તો ચહેરા અને ખાસ કરીને નાક, આંખ અને મોઢાને અડવાથી બચો.

★ ભીડવાળી જગ્યાઓથી બચો અને શક્ય હોય ત્યાં સુધી નજીકના લોકોના સંપર્કમાં આવવાથી બચો.

★મોલ, જિમ, રેસ્ટોરાં કે પબમાં ન જાઓ. આ જગ્યાઓ પર સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન મુશ્કેલ હોય છે. 

★શહેરો, રાજ્યો અને દેશની બિન જરૂરી યાત્રાથી બચો. 

★ સાર્વજનિક સ્થાનો પર થૂકો નહીં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *