ગાંધીધામના બસ સ્ટેશનમાંથી મોટર સાઈકલની ચોરી…

ગાંધીધામ બસ સ્ટેશનમાં પાર્ક કરેલું બાઈક ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. કિડાણા ગામે રહેતા ગજેન્દ્રસિંહ નાનુભા સોલંકીની ફરિયાદ મુજબ તેમણે વિરમ ગામ જવાનું હોવાથી તેમને પોતાની બાઈક કિંમત રૂા. રપ હજાર ગાંધીધામ બસ સ્ટેશન પાસે પાર્ક કરી હતી. બીજા દિવસે તેઓ પરત આવતા બસ સ્ટેશનમાં બાઈક ન મળતા તેમણે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *