
સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં એક સાથે 39 વિદ્યાર્થીઓ અને એક રક્તપિતથી પીડીત મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ ધ્વારા સ્કુલ બંધ રાખવા આદેશ કરાયો છે.
મળતી માહિતી પ્રમાણે, મેઢાસણ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવતા સ્કૂલ અને છાત્રાલયના 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. સહયોગના 6થી 10ના વિધાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે પ્રાથમિક શાળાના આઠ શિક્ષકોનો ટેસ્ટ કરવામાં આવશે. ત્યારે 39 વિધાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે એક રક્તપિતથી પીડિત મહિલાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
હિમતનગરના રાજેન્દ્રનગરના સહયોગ કુષ્ઠરોગ ખાતે 20 વિધાર્થિની અને 19 વિધાર્થીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હડકંપ મચી ગયો છે. જેમા 6થી 8ના 21 વિધાર્થીઓને કોરોના આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ સ્કુલ બંધ રાખવા આદેશ કરાયો છે. બીજી બાજુ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વિધાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યાની વાતથી જ અજાણ છે.
છોટાઉદેપુરમાં 12 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા હડકંપ
ગઇકાલે પણ આવા ચિંતાજનક સમાચાર છોટા ઉદેપુરમાંથી આવ્યા હતા. છોટાઉદેપુરના ચિચોડ ગામે ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળામાં 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. છોટા ઉદેપુરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા આશ્રમ શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહિત 180 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.