UTTARVAHINI NARMADA PARIKRAMA : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે હવે પરિક્રમાને માત્ર એક સપ્તાહનો સમય બાકી છે

UTTARVAHINI NARMADA PARIKRAMA : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે હવે પરિક્રમાને માત્ર એક સપ્તાહનો સમય બાકી છે. નર્મદા પરિક્રમા ગત તા. ૨૯ માર્ચથી શરૂ થઈને આગામી ૨૭મી એપ્રિલ સુધી ચાલશે, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ-ભક્તોએ માં નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી
UTTARVAHINI NARMADA PARIKRAMA : નર્મદા પરિક્રમાનું લોકોને ઘેલું લાગ્યું રાત-દિવસ પરિક્રમા શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે ૨૦મી એપ્રિલ, ૨૦૨૫ ના રોજ સવારે ૮ કલાકે ૧૧,૬૦૦ અને ૮ થી ૧૨ બપોરના કલાકમાં ૧૩૨૩ હેડ કાઉન્ટ ટોટલ પરિક્રમાવાસી ૭,૧૪,૭૮૧ નોંધાયા.પરિક્રમાના પ્રથમ પડાવ રામપુરા, શહેરાવ, રેંગણ અને કિડી-મકોડી ઘાટ પર સુચારૂ વ્યવસ્થા અને સંચાલન થઈ રહ્યું છે રસ્તા પર સાફ-સફાઈ પણ કરવામાં આવી રહી છે.
UTTARVAHINI NARMADA PARIKRAMA : જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદી અને જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે અને પરિક્રમાના નોડલ અધિકારીશ્રી જે. કે. જાદવની નિગરાનીમાં પરિક્રમા સુવ્યવસ્થિત અને સુદ્રઢ આયોજન-સંકલનથી ચાલી રહી છે. પરિક્રમાવાસીઓ, વહીવટીતંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની આ વખતની સુવિધાઓની સરાહના કરી રહ્યા છે. નર્મદા પરિક્રમા શ્રદ્ધાળુઓ ભક્તોની આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર બની પિયરીયાની જેમ પરિક્રમા લોકો ઉમટી રહ્યા છે.

UTTARVAHINI NARMADA PARIKRAMA : કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વધારાનો પોલીસ ફોર્સ અને મહેસુલ વિભાગના ચાર નાયબ કલેક્ટરશ્રી અને આઠ મામલતદારશ્રીને પરિક્રમા માટે ખાસ વધારાની ફરજ સોપાઈ. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાઘાટથી શ્રી રણછોડરાયના મંદિર અને તિલકવાડાથી પ્રારંભ થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પંચકોશી શાંતિપૂર્ણ માહોલમાં સરળ અને સ્મૂથ રીતે ચાલી રહી છે. આ ૧૪ કિ.મી.ની પરિક્રમા કરવા માટે લોકોનું ઘોડાપુર ઉમટી પડે છે અને શનિ-રવિના રજાના દિવસોમાં લોકો મોટી સંખ્યામાં આવે છે. જેને પગલે જિલ્લા કલેકટર શ્રી એસ.કે. મોદી દ્વારા કરાયેલી અપીલની પણ અસર જોવા મળી છે અને ભક્તો સુચારૂરીતે હાલમાં પરિક્રમા કરી રહ્યા છે.
UTTARVAHINI NARMADA PARIKRAMA : આ પરિક્રમાને હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી છે. જેના પગલે વહીવટીતંત્ર દ્વારા ભીડને નિયંત્રણ અને પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તે માટે સુચારૂ અને સુદ્રઢ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુંબે દ્વારા પણ વધારાનો પોલીસ ફોર્સ ડે-નાઈટ ગોઠવવામાં આવ્યો છે. એવી જ રીતે જિલ્લા કલેકટરશ્રીના સૂચનને ધ્યાન રાખી આ પરિક્રમામાં કાયદો વ્યવસ્થા અને સરળ સંચાલન માટે મહેસુલ વિભાગ દ્વારા આસપાસના જિલ્લામાંથી ૪ નાયબ કલેકટરશ્રીઓ અને ૮ જેટલા મામલતદારશ્રીઓને પરિક્રમા માટે ખાસ વધારાની ફરજો સોપીને જિલ્લા કલેકટરશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે વહીવટીતંત્રના જિલ્લાના કર્મચારી,અધિકારીઓને પણ પરિક્રમા પૂર્ણ થાય ત્યાં સુધી ફરજો સોંપવામાં આવી છે. આ તમામ અધિકારી, કર્મચારીઓને પરિક્રમાના નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ.ના શ્રી જે. કે. જાદવના સતત માર્ગદર્શન-સંકલન અને મોનિટરિંગ દ્વારા પરિક્રમા સરળ રીતે હાલમાં ચાલી રહી છે. શ્રી જે. કે. જાદવ દ્વારા પણ પાંચ વાર પરિક્રમા કરવામાં આવી છે અને ગઈકાલે તેઓ પરિક્રમા કરીને રેંગણઘાટ પર આવતા હાજર કર્મચારી, અધિકારી દ્વારા ચા પીવડાવી સ્વાગત કરી અભિનંદન પાઠવી તેઓ નોમીનેટેડ આઇ.એ.એસ બનતા તેઓને શુભેચ્છા આપવામાં આવી હતી અને તેમની કામગીરીની સરાહના કરી હતી. નર્મદા પરિક્રમાનું લોકો શ્રદ્ધાળુઓને ઘેલું લાગ્યું છે. પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણમાં ખળખળ વહેતી માં નર્મદા દર્શન સાથે પરિક્રમા કરીને લોકો ધન્યતા અનુભવી નર્મદે હરના નાદ સાથે પરિક્રમા કરી રહ્યા છે. આજે ૨૦મી એપ્રિલ, ૨૦૨૫ ના રોજ રાત્રી થી સવારના ૮ કલાકે ૧૧૬૦૦ અને સવારે ૮ થી બપોરના ૧૨ કલાકમાં ૧૩૨૩ હેડ કાઉન્ટ થયા હતા અને કુલ ટોટલ પરીક્રમાવાસી ૭, ૧૪, ૭૮૧ જેટલા નોંધાયા છે.
UTTARVAHINI NARMADA PARIKRAMA : બીજી ભીડ વધી જતા હજારોની સંખ્યામાંથી પસાર થઈ ચૂક્યા છે. આમ નર્મદા પરિક્રમા શ્રદ્ધાળુઓ ભક્તોને આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર બની પરિક્રમામાં પિયરિયાની જેમ લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તંત્ર પણ તેમની સેવા માટે અને સ્વૈચ્છિક સંસ્થા સંગઠન પણ કામે લાગ્યા છે. આશ્રમો પણ વિસામો ચા પાણી નાસ્તાથી દિલથી સેવા પૂરી પાડીને પુણ્ય કમાઈ રહ્યા છે. પરિક્રમાવાસીઓને આરામ કરવા માટે વિસામો ખુરશી, મંડપ, પંખા, લાઈટ, સ્નાન માટે ફુવારા, ટોયલેટ, રસ્તો, નાવડી, બેરીકેટિંગ, બાકડા અને માઇક દ્વારા સંગીત અને નર્મદે હરના નાદથી યાત્રા સુખદ અને સુંદર વાતાવરણ ખડુ કરે છે. સુપ્રભાતે અને સાંજે સંગીત સાથે લોકોનો થાક પણ ગાયબ થઈ જાય છે અને લોકો હોશથી જોશથી પરિક્રમા કરી રહ્યા છે જેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતના અને અન્ય રાજ્યોમાંથી પણ પરિક્રમા કરવા ભક્તો આવી રહ્યા છે. આજે મહારાષ્ટ્રના નાશિક ખાતેથી પરિક્રમા કરવા આવેલા સાઇકલ સવારોએ સ્વચ્છ નર્મદા-નિર્મલ નર્મદા વૃક્ષો વાવો જળ હી જીવન હૈ અને પર્યાવરણ જાળવણીએ આપણી જવાબદારી છે. તેવા પ્લેકાર્ડ સાથે સંદેશો આપતા પરિક્રમા કરી હતી અને તંત્ર દ્વારા ઊભી કરેલી વ્યવસ્થા જોઈને મિનિ કુંભ વાહ સુંદર વ્યવસ્થા છે તેની સરાહના કરતા થાકતા નથી.
UTTARVAHINI NARMADA PARIKRAMA : આજે માહિતી ખાતાની ટીમ દ્વારા પરિક્રમા કરીને આંખે દેખ્યો પરિક્રમા ચિતાર રજૂ કર્યો છે. સાથે પરિક્રમા રૂટના રસ્તા પર નાની-મોટી દુકાનો, ફળ, ફ્રૂટ અને ઠંડાપીણા, આઈસ્ક્રીમના સ્ટોલ તથા સખી મંડળની બહેનોની સેવાની અને આરોગ્ય વિભાગની પણ સરાહના કરી રહ્યાં છે. પરિક્રમાવાસીઓને સેવકો દાતાઓ મન દઈને આગ્રહ પૂર્વક જમાડે છે. નાસ્તો, ચા-પાણી આપે છે. જેમાં તરબૂચ, કેળા વેફર, રાજગરાનો શીરો, છાશ, ચા-કોફી, નાસ્તો, ભજીયા, ગાંઠીયા, સેવ-મમરા, વઘારેલી ખીચડી પણ ભાવથી પીરસી રહ્યા છે. પરિક્રમાવાસીઓ તેને પણ પ્રસાદ રૂપે પ્રેમથી આરોગે છે. રૂટના દરેક ઘાટ પર સિક્યુરિટી, હોમગાર્ડ, પોલીસ અને સ્વયંસેવકો, કર્મચારીઓ-અધિકારીઓ તૈનાત છે અને પરિક્રમાવાસીઓને માર્ગદર્શન કરી મદદ કરી રહ્યા છે અને કંટ્રોલરૂમ અને વહીવટી તંત્રના સંકલનમાં અને વોટશેપ ગ્રુપમાં પળેપળની વિગતો અને માહિતી શેર કરી રહ્યા છે. તેનાથી જ્યાં લાઈટ પાણી ન હોય તો ત્યાં તુરત જ વ્યવસ્થા ઉભી કરીને પરિક્રમાવાસીને તકલીફ ન પડે તેવી સુંદર કામગીરી કરી રહ્યા છે. ખેડૂતોએ પણ તેમના ખેતરો પાર્કિંગ માટે તેમજ મંડપ છાયડાની વ્યવસ્થા ઊભી કરી છે. પરિક્રમામાં સરકારી કર્મચારી, અધિકારીઓ, પદાધિકારીઓ, મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન પણ પરિક્રમા નિરાંતે શાંતિપૂર્ણ માહોલમાં પુરા ભક્તિભાવ સાથે નર્મદે હરના નાદ સાથે કરી રહ્યા છે અને લોકો મોબાઇલમાં સેલ્ફી-વિડીયો, ફોટો કેદ કરીને કાયમી યાદગીરી માટે લઇ રહ્યાં છે. આ એક મહિનો ચાલનારી પરિક્રમા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે જે ૨૭ મી એપ્રિલે શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થશે તેવો વહીવટી તંત્ર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે.