
ભુજમાં કાર સ્ટંટ સામે પોલીસની લાલઆંખ
ભુજ : આજના યુવાનોને સોશિયલ મીડિયાએ ભારે ઘેલું લગાડયું છે. સોશિયલ મીડિયામાં છવાઇ જવા પોતાના તથા અન્યોના જીવનને જોખમમાં મૂકે તેવા સ્ટંટ કરતા હોય છે.
ગઇકાલે રાતે ભુજમાં કાર ઉપર બેસીને તેમજ અન્ય કારથી સ્ટંટ કરતી રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ રીલ પોલીસ સામે આવતાં આ કાર નંબર જી.જે. 12 એફ.ડી. 8037 તથા જી.જે. 12 એફ.ઇ. 2803ના સ્ટંટબાજ યુવાનો સ્મિત રબારી અને કુલદીપસિંહ રાઠોડ (રહે. બંને ભુજ)ને જિલ્લા ટ્રાફિક શાખાના પી.આઇ. જે.ડી. સરવૈયા અને તેમની ટીમે શોધી એમવી એક્ટ-207 મુજબ વાહન જપ્ત કરી કાર્યવાહી કરી હતી. આવા જોખમકારક સ્ટંટ કરનારાઓ સામે પોલીસની કડક કાર્યવાહી આ રીતે જારી જ રહેશે. આથી વાલીઓ પણ પોતાનાં સંતાનોને આવવી ઘેલછાથી દૂર રાખે તે જરૂરી બન્યું છે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો