
છાવા પુષ્પા-2 કરતા મોટી ફિલ્મ બની
છાવાએ એક મહિનામાં તેના બજેટ કરતા 435% વધુ કમાણી કરી છે. તેણે કુલ ₹540.38 કરોડની કમાણી કરી છે. પુષ્પા-2 500 કરોડમાં બની હતી અને તેણે 1234.1 કરોડ રૂપિયાની કમાણી કરીને બજેટ કરતાં 246.82% વધુ કમાણી કરી હતી. છાવા ફક્ત 130 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર કરાઈ છે. આ મુજબ ફિલ્મે અત્યાર સુધીમાં તેના બજેટ કરતાં લગભગ 435% વધુ કમાણી કરી છે. છાવા અલ્લુની ફિલ્મ કરતા લગભગ 200% આગળ નીકળી ગઈ છે.