અમદાવાદ વસ્ત્રાલમાં ગુંડાગર્દી કરનારાઓના ઘર પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ

અમદાવાદ વસ્ત્રાલમાં ગુંડાગર્દી કરનારાઓના ઘર પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ

અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. ત્યારે વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા હતા અને શુક્રવારે જાહેરમાં સરભરા કરી હતી. ત્યારબાદ આ ઘટનાના 24 કલાકમાં સરકારે મોટો નિર્ણય લેતાં તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લીધો હતો. એ.એમ.સીના અધિકારીઓ, પોલીસ કમિશન સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 

અમદાવાદ વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વોના આતંકની ઘટનાના 24 કલાકમાં જ સરકારે મોટો નિર્ણય લીધો છે. તમામ આરોપીઓનાં ઘર પર બુલડોઝર ફેરવવાનો આદેશ આપી દીધો છે. પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ અધિકારીઓ આરોપીઓનાં ઘરે પહોંચ્યા છે.

આ ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું હતું. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખોખરાના ભગવાનદાસની ચાલીમાં શ્યામ કામલેના મકાન હથોડા વડે મકાન તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે અલ્કેશ યાદવના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓનું મનોબળ તોડવા માટે થોડીવારમાં તેમને ઘટનાસ્થળે લાવવામાં આવશે. 

આ મામલે પોલીસ કમિશનરે જણાવ્યુ હતુ કે, આરોપીઓએ રામોલ વિસ્તારમાં જાહેર રોડ પર તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. પંકજ ભાવસાર નામનો આરોપી પાસામાં જઈ આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. એક જુવેનાઇલ છે અને 13 આરોપીઓ છે. તેમને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. 14માંથી 7 આરોપીઓનાં ઘર ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેમના ઘર પર હવે બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કોઈ આવું ફરીવાર કરશે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

શું હતો મામલો? 

કેટલાક લોકોનો દાવો છે કે બે જૂથ વચ્ચે કોઈ મામલે અદાવતને કારણે આ ઘટના બની હતી. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકો કહે છે કે લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.

9 આરોપી પકડાયા… 

માહિતી અનુસાર આ ઘટનામાં 9 અસામાજિક તત્વોને રામોલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને બરાબરનો મેથીપાક આપવામાં આવ્યો. જાહેર રસ્તા પર જ તેમને પાઠ ભણાવાયો હતો. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *