KUTCH : અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા: વિસ્તારમાં અરેરાટી મચી

ફાઈલ ફોટો ck

KUTCH : અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા: વિસ્તારમાં અરેરાટી મચી

KUTCH અંજાર તાલુકાના ધમળકા અને ભવાનીપુર વચ્ચે આવેલા હિંગોરજા વાંઢના તળાવમાં પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબી ગયા હતા. જેથી ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓેએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન 4 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે જ્યારે એક બાળકની શોધખોળ હાલ ચાલું છે. આ કરુણ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

KUTCH અંજાર પ્રાંત અધિકારી એસ જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ દુધઈ પોલીસે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમને સાથે રાખીને 4 મૃતદેહોને તળાવમાંથી બહાર ખસેડી લીધા છે અને આગળની કાર્યવાહી માટે અંજાર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.

ભેંસો લેવા ગયેલા બાળકો ન્હાવા પડ્યાં અને એક બાદ એક તમામ ડૂબ્યા

આ અંગે હિંગોરજા વાંઢના સ્થાનિક જુમાં હિંગોરજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આજે બપોરના સમયે જમ્યા બાદ વાંઢથી દૂર ભવાની પુર પાસેના તળાવમાં ન્હાતી ભેંસોને કાઢવા ગયેલા માલધારી પરિવારના 5 બાળકો પણ તળાવમાં ન્હાવા પડતા એક બાદ એક તમામ ડૂબવા લાગ્યા હતા. સાંજ સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનોએ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી અને તંત્રને જાણ કરી હતી.

પરિવારમાં શોકનો માહોલ છવાયો

આ ઘટનાના પગલે દુધઈ પોલીસ સ્ટાફ અને અંજાર વહીવટી તંત્રના અધિકારીઓ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ 5 થી 13 વર્ષની ઉંમરના બાળકોના મૃતદેહને બહાર ખસેડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. 4 બાળકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

મૃતકોના નામ

1. ઈસ્માઈલ સાલેમામદ હિંગોરજા, ઉમર 8 વર્ષ

2. ઉંમર અબદરેમાન હિંગોરજા, ઉમર 11 વર્ષ

3. મુસ્તાક જુસબ હિંગોરજા, ઉમર 14 વર્ષ

4. આલ્ફાક અરમીયા હિંગોરજા, ઉમર 9 વર્ષ

આ ઉપરાંત અન્ય એક 11 વર્ષીય બાળક તહીંર અબદરેમાન હિંગોરજાની શોધખોળ ચાલુ છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *