Donald Trump ભારત પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાશે, અમેરિકન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

Donald Trump
Donald Trump

Donald Trump ભારત પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાશે, અમેરિકન સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત

Donald Trump અમેરિકન પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ કોંગ્રેસને સંબોધવા પહોંચ્યા હતા. સંબોધન પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબંધોનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ રહેવાની છે. એવી ચર્ચા છે કે તેઓ ટેરિફ વૉરથી માંડીને યુક્રેન યુદ્ધ અને ભારત પર ટેરિફ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ પર તેમણે મોટી જાહેરાત કરી. આ સાથે તેમણે અમેરિકન ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ પણ આપ્યું. 

Donald Trump યુક્રેન યુદ્ધ અને પનામા નહેર તથા ગ્રીનલેન્ડ પર કબજા વિશે શું બોલ્યા ટ્રમ્પ..? 

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું કે અમે યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા એટલા માટે તેનો અંત લાવવાની જરૂર છે. ટ્રમ્પે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના પત્રના વખાણ કરતા કહ્યું કે મને ઝેલેન્સ્કીનો પત્ર ગમ્યો. અમારી રશિયા સાથે ગંભીર વાતચીત થઈ છે. ટ્રમ્પે કહ્યું કે અમને મોસ્કો તરફથી પણ મજબૂત સંકેતો મળ્યા છે. રશિયા શાંતિ માટે તૈયાર છે. તેમણે સંસદમાં હાજર લોકોને પૂછ્યું, ‘શું આ સારી વાત નથી?’ હવે આ યુદ્ધનો અંત આણવો જરૂરી છે. 

Donald Trump પનામા અને ગ્રીનલેન્ડને ધમકી 

Donald Trump અમારી સરકાર પનામા નહેર પર કબજો કરી લેશે. આ સાથે અમે ગ્રીનલેન્ડના લોકોના અધિકારોનું સન્માન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બને. અમે ગ્રીનલેન્ડને સમૃદ્ધ બનાવીશું. જો તમે અમેરિકાનો હિસ્સો નહીં બનો તો અમે કોઈને કોઈ રીતે આવું કરી જ લઈશું. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તમને સુરક્ષિત રાખીશું. 

Donald Trump અમેરિકાની સંસદમાં સૌથી લાંબુ ભાષણ 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સૌથી લાંબુ ભાષણ આપીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને 1 કલાક અને 5 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું અને ટ્રમ્પને તેના કરતા વધારે સમય થઇ ગયો છે અને હજુ ભાષણ ચાલુ છે. 

કોઈ પોલીસ અધિકારીની હત્યા કરી તો મૃત્યુદંડ કરીશું : ટ્રમ્પ Donald Trump

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદને સંબોધતા કહ્યું કે જલદી જ અમે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાના છીએ જેના પછી પોલીસ અધિકારીની કોઈ હત્યા કરી દેશે તો તેને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આવશે. 

ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે મોટું નિવેદન 

Donald Trump અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે કહ્યું કે અમારે અમેરિકાને તેમનાથી મુક્તિ અપાવવી છે. અમારા દેશના અમુક ભાગો પર આ લોકોએ કબજો જમાવી લીધો છે. અમે તેમને દેશમાંથી શોધી શોધીને તગેડી મૂકીશું. 

Donald Trump અમેરિકન સુપ્રીમ કોર્ટના કર્યા વખાણ 

Donald Trump અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અમે માનીએ છીએ કે તમે ડોક્ટર, એકાઉન્ટન્ટ, વકીલ અથવા એર ટ્રાફિક કંટ્રોલર હોવ, તમારી નિમણૂક જાતિ કે લિંગના આધારે નહીં પરંતુ કુશળતા અને ક્ષમતાઓના આધારે થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એક બોલ્ડ અને ખૂબ જ શક્તિશાળી નિર્ણયમાં અમને તે કરવાની મંજૂરી આપી છે.”

Donald Trump અમેરિકાને ફરી ગ્રેટ બનાવવો છે 

ટ્રમ્પે કહ્યું કે 1 એપ્રિલના દિવસે ‘એપ્રિલ ફૂલ’ હોવાને કારણે અમે 2 એપ્રિલથી આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે આ ટેરિફ અમેરિકાને ફરી મહાન બનાવવા માટે લાગુ કરાયો છે.

Donald Trump અમેરિકાને ફરી એફોર્ડેબલ બનાવવાનો સમય : ટ્રમ્પ 

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ફરી એકવાર બોલ્ડ નિર્ણય કરવા જઈ રહ્યા છીએ. આ સમય મોટા સપના જોવાનો છે. અમે અમેરિકાને ફરી એકવાર એફોર્ડેબલ બનાવવા જઈ રહ્યા છીએ. અમે અમારો દેશ Woke નહીં રહે. 

Donald Trump ગ્રીન કાર્ડ કરતાં ગોલ્ડ કાર્ડ સારો : ટ્રમ્પ

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં કહ્યું કે અમારા દ્વારા ગોલ્ડ કાર્ડની સ્કીમ લાવવામાં આવી છે. અમે 5 મિલિયન ગોલ્ડ કાર્ડ ઈશ્યૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તેનાથી અમેરિકાને મોટો ફાયદો થશે અને મહેનતું લોકો આખી દુનિયામાંથી અમેરિકા તરફ આકર્ષાશે. તેમના માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થઈ જશે. આ એક રીતે ગ્રીન કાર્ડ છે પણ તેમાં વધારે સુવિધાઓ રહેશે. 

Donald Trump ટ્રમ્પની મોટી જાહેરાત 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ કહ્યું કે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદીશું. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ કેનેડા, ચીન અને મેક્સિકો જેવા દેશો પર પહેલાથી જ 25 ટકા જેટલા ટેરિફની જાહેરાત કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે હવે ભારતને પણ મોટો ફટકો પડવાની તૈયારી છે. ભારત વિશે ટ્રમ્પે કહ્યું કે તે અમારા પર વધારે ટેક્સ અને ટેરિફ લગાવે છે જે અયોગ્ય છે. ભાષણમાં બે વખત ભારતનો ઉલ્લેખ કરતાં તેમણે જાહેરાત કરી દીધી કે આગામી 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે. ભારત સહિત કેનેડા, મેક્સિકો, ચીન પર આ રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડશે. 

Donald Trump અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારતનો કર્યો ઉલ્લેખ 

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં ફરી એકવાર ભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કેનેડા, મેક્સિકો અને ભારત તથા દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલી રહ્યા હતા. જેના પર અમે કાર્યવાહી કરી છે. 

Donald Trump ટ્રમ્પે અમેરિકાથી સહાય મેળવતા દેશોની ચિંતા વધારી 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતાં કહ્યું કે અમારાથી જે જે લોકો આજ સુધી પૈસા લેતા આવ્યા છે તેમનાથી હવે વસૂલી કરવાનો ટાઈમ આવી ગયો છે. અમે એ પૈસા વસૂલ કરીશું અને અમેરિકામાં મોંઘવારીને કાબૂમાં લાવીશું. અત્યાર સુધી હું બાઈડેનની ખરાબ નીતિઓની અસરથી દેશને બહાર લાવવા પ્રયાસ કરી રહ્યો હતો. 

WHO ભ્રષ્ટ અને UN ના માનવાધિકાર પંચ અમેરિકાવિરોધી : ટ્રમ્પ

Donald Trump ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં પ્રમુખ બનતાની સાથે જ અનેક મોટા નિર્ણયો લીધા. સંઘીય ભરતી, નવી ફેડરલ પોલિસી અને અમેરિકાની નુકસાનકારક વિદેશી નીતિઓ રદ કરી નાખી. ગ્રીન ન્યૂ સ્કેમ મુર્ખામીભર્યો હતો અને મેં તેનો અંત લાવ્યો. અમેરિકા માટે પેરિસ ક્લાઈમેટ કરાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ને અમેરિકા વિરોધી સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પંચમાંથી હાથ પાછા ખેંચી લીધા. તેમણે કહ્યું કે અમે જૂની સરકારો દ્વારા લાવવામાં આવેલા ઈવી વાહનોને લગતા નિયમ રદ કરી દીધા છે.  

ટ્રમ્પના ભાષણ વચ્ચે હોબાળો 

Donald Trump અમેરિકન પ્રમુખના ભાષણ વચ્ચે હોબાળો કરતા AI Green ને સંસદ બહાર કરી દેવાયા હતા. તેમણે સંબોધન વચ્ચે અવરોધ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. 

Donald Trump ઈલોન મસ્ક પર અમેરિકન કોંગ્રેસમાં રહ્યા હાજર, ટ્રમ્પે કર્યા વખાણ 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કના ભારે વખાણ કર્યા હતા. આ દરમિયાન તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યું હતું. ટ્રમ્પે આ દરમિયાન કહ્યું હતું કે તેમણે અદભૂત કામગીરી કરી છે અને તેમને આ વખાણની જરૂર પણ નથી. 

Donald Trump બાઈડેન ઈતિહાસના સૌથી ખરાબ પ્રમુખ : ટ્રમ્પના પ્રહાર 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો બાઈડેન અમેરિકન ઈતિહાસના સૌથી ખરાબ પ્રમુખ રહ્યા છે. તેમના કાર્યકાળમાં દર મહીને લાખો લોકો અમેરિકામાં ગેરકાયદે રીતે એન્ટ્રી કરી રહ્યા હતા. ડેમોક્રેટ્સને જોતા ટ્રમ્પે કહ્યું કે મને દેખાય છે કે હું ગમે તે બોલીશ પણ તમને મજા નહીં આવે અને તમે તાળીઓ પણ નહીં પાડવાના. 

Donald Trump ઈલોન મસ્ક પર અમેરિકન કોંગ્રેસમાં રહ્યા હાજર, ટ્રમ્પે કર્યા વખાણ 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કના ભારે વખાણ કર્યા હતા. આ દરમિયાન તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યું હતું. ટ્રમ્પે આ દરમિયાન કહ્યું હતું કે તેમણે અદભૂત કામગીરી કરી છે અને તેમને આ વખાણની જરૂર પણ નથી. 

Donald Trump 100થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા : ટ્રમ્પ 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘મેં અત્યાર સુધીમાં લગભગ 100 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા છે અને સત્તામાં મને હાલ 6 અઠવાડિયા થયા છે. આટલા સમયમાં જ મેં 400 થી વધુ એક્ઝિક્યુટિવ પગલાં લીધા છે.’

Donald Trump અમેરિકામાં હવે ફક્ત બે જેન્ડર 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં હવે ફક્ત બે જ જેન્ડર હશે જેમાં એક છે મહિલા અને બીજા પુરુષ. મેં પુરુષોને મહિલાઓની રમતમાં રમાડવા સામે પ્રતિબંધ મૂકી દીધો છે. 

દરેક નવા નિર્ણય માટે જૂના 100 નિર્ણય રદ કરીશું : ટ્રમ્પ 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ પોતાના સંબોધનમાં વાણી સ્વતંત્રતા વિશે વાત કરી. ટ્રમ્પે કહ્યું કે મેં થોડા દિવસ પહેલા અંગ્રેજીને એકમાત્ર સત્તાવાર ભાષા બનાવી છે. મેક્સિકોનો અખાત અમેરિકાના અખાતમાં બદલી દેવાયો છે. ટ્રમ્પે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે દરેક નવા નિર્ણય માટે, 100 જૂના નિર્ણયો રદ કરવામાં આવશે.

DOGEની કરી પ્રશંસા 

ટ્રમ્પે કહ્યું કે આ મોટા સપના અને બોલ્ડ કાર્યવાહીનો સમય છે. DOGE આમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. અમે હાસ્યાસ્પદ નીતિઓ નાબૂદ કરી છે. ભ્રષ્ટ આરોગ્ય નીતિઓ પણ નાબૂદ કરવામાં આવી છે.બાઈડેન સરકારની તે નીતિઓનો તાત્કાલિક પ્રભાવથી અંત લાવી દીધો છે જે દેશને લાભદાયક ન હતી.

અમેરિકા ઈઝ બેક સાથે ટ્રમ્પનું સંબોધન શરૂ 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભાષણની શરૂઆત કરતાં કહ્યું કે ‘અમેરિકા ઈઝ બેક’.

અમે 43 દિવસમાં કરી બતાવ્યું… 

સંસદના સંયુક્ત સત્રને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે અમે ફક્ત 43 દિવસમાં તે કરી બતાવ્યું છે જે અગાઉની સરકારો ચાર વર્ષમાં પણ કરી શકી ન હતી. 

વ્હાઈટ હાઉસે શું કહ્યું? 

વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી હતી કે આ સંબોધનનો વિષય “અમેરિકન સ્વપ્નનું નવીકરણ” છે. તમને એ પણ જણાવી દઈએ કે ટ્રમ્પના આ ભાષણને ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ હેઠળ નહીં ગણવામાં આવે. કારણ કે આ ભાષણ સામાન્ય રીતે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રમુખ દ્વારા આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે આ ટ્રમ્પ દ્વારા કોંગ્રેસમાં આપવામાં આવેલું સામાન્ય ભાષણ જ ગણાશે. 

Donald Trump અમેરિકન કોંગ્રેસ શું છે?

અમેરિકન કોંગ્રેસ એ અમેરિકાની સંઘીય સરકારની કાયદાકીય શાખા છે. જો આપણે સરળ ભાષામાં કહીએ તો ત્યાંની સંસદને અમેરિકન કોંગ્રેસ કહેવામાં આવે છે. ભારતીય સંસદની જેમ, તેમાં પણ બે ગૃહો છે. નીચલા ગૃહને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ કહેવામાં આવે છે અને ઉપલા ગૃહને યુએસ સેનેટ (ભારતમાં લોકસભા અને રાજ્યસભા) કહેવામાં આવે છે. તે વોશિંગ્ટન, ડી.સી.માં આવેલી છે. તેનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટોલ (અમેરિકાના સંસદ ભવન) માં થાય છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *