
Amarnath Yatra 2025 : 3 જુલાઈએ ખુલશે બાબા બર્ફાનીના કપાટ, 9 ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા, ટૂંક સમયમાં શરૂ થશે રજીસ્ટ્રેશન
Amarnath Yatra 2025 -કાશ્મીરના ઉપરાજ્યપાલ અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અમરનાથ યાત્રા-2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. નિર્ણય મુજબ અમરનાથ યત્રા ત્રીજી જુલાઈ-2025થી શરૂ થશે અને છેક 39 દિવસ સુધી યોજાશે, એટલે કે રક્ષાબંધને સંપન્ન થશે.
Amarnath Yatra 2025 ટૂંક સમયમાં શરૂ થશે રજીસ્ટ્રેશન
Amarnath Yatra 2025 અમરનાથ યાત્રાની તારીખો જાહેર થયા બાદ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન માટે આ પડકારજનક યાત્રા કરતા હોય છે. બોર્ડની જાહેરાત મુજબ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે. આ યાત્રામાં જતા પહેલા શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે.
Amarnath Yatra 2025 ગુફા મંદિર પહોંચવા માટે બે રૂટ
Amarnath Yatra 2025 અમરનાથ ગુફા કાશ્મીર હિમાલયમાં દરિયાઈ સપાટીથી 3888 મીટરની ઉંચાઈ પર આવેલી છે. ભક્તો પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ અથવા ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ દ્વારા ગુફા મંદિર સુધી પહોંચતા હોય છે. જો પરંપરાગત પહેલગામનો રૂટ લેવામાં આવે તો 48 કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે. જેથી ગુફા મંદિર સુધી પહોંચવામાં ચારથી પાંચ દિવસ લાગે છે. જયારે બાલટાલ રૂટ દ્વારા મુસાફરી કરવામાં આવે તો 14 કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે. બાલટાલ માર્ગનો ઉપયોગ કરનારાઓ ગુફા મંદિરના દર્શન કર્યા પછી તે જ દિવસે બેઝ કેમ્પમાં પાછા ફરી શકે છે.