માસ્ક ન પહેરવા પર સરકારે જનતા પાસેથી અધધધ…114 કરોડથી વધુનો દંડ વસુલ્યો

ગાંધીનગર :

કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં માસ્ક પહેરવું ફરજીયાત કરાયું હતું. માસ્ક ન પહેરનારા પાસેથી સરકાર દ્વારા દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 114 કરોડથી વધુ રૂપિયાનો દંડ સરકાર દ્વારા વસૂલવામાં આવ્યો છે. ત્યારે સૌથી વધુ અમદાવાદમાં રૂપિયા 30 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

અમદાવાદ, સુરત, વડોદરા બાદ ખેડામાં સૌથી વધુ દંડની રકમ વસૂલવામાં આવી છે. જ્યારે રાજકોટ મહાનગર પાલિકા વિસ્તાર છે, વસ્તીનું પ્રમાણ પણ વધુ છે. કોરોનાના સમયે અહીં કેસ પણ વધુ હતા. પરંતુ મુખ્યપ્રધાનનો મત વિસ્તાર હોવાથી, અહીં પોલીસ દ્વારા ઓછો દંડ વસૂલવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. પોલીસ દ્વારા રાજકોટમાં 80,306 વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. 33 જિલ્લાઓમાં દંડ વસૂલવામાં રાજકોટ 8મા નંબરે છે. જ્યારે ખેડામાં તેના કરતાં બે ગણા વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હોમટાઉન મહેસાણામાં રાજકોટ કરતા વધુ દંડ વસૂલવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *