
મહાશિવરાત્રીને લઇ તડામાર તૈયારી
મહાશિવરાત્રીના મેળાને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેમ જ ઉતારા મંડળ અને સાધુ-સંતોની સગવડતા માટે અલગ અલગ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેને લઈને સાધુ સંતો અને અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તેને અલગ અલગ વિસ્તારોમાં પાણીની પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.