
ઉપલેટા : PI સહિત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ
ઉપલેટાના કેરાળા ગામે LCB (રાજકોટ ગ્રામ્ય) એ રેડ પાડી હતી. રેડમાં LCB ને ગામમાંથી રુ. 14 લાખનો વિદેશી દારૂ ઝડપી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો. બાતમીના આધારે LCB એ રેડ પાડી વિદેશી દારુ પકડી પાડ્યો હતો. રુ. 14 લાખની રકમનો વિદેશી દારૂ ફરજમાં બેદરકારી દાખવવા બદલ ભાયાવદરના પી.આઈ. બીડી મજીઠીયા સહિત ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે.