એકતરફી પ્રેમમાં સગીરાની છરીના ઘા ઝીંકી કરુણ હત્યા બાદ જેતલસર ગામ સજ્જડ બંધ

જેતપુર :

જેતપુર તાલુકાના જેતલસર ગામના પરા વિસ્તારમાં ભર બપોરે 4 વાગ્યાની આસપાસમાં એક ઘરમાં ખૂની ખેલ ખેલાયો હતો. પરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઈ રૈયાણીનું ઘર આવેલું છે. કિશોરભાઈ અને તેમની પત્ની બંને ખેતી કામ માટે ખેતરે હતા. તેમની પુત્રી શ્રુષ્ટિ અને તેનો ભાઈ હર્ષ બંને ઘરે હતા. ત્યારે શ્રુષ્ટિનો પ્રેમી જયેશ સરવૈયા ઘરે આવ્યો હતો અને શ્રુષ્ટિને તેની સાથે આવવા માટે કહ્યું હતું. શ્રુષ્ટિએ અને તેના ભાઈએ આ બાબતનો વિરોધ કરતા જયેશ ઉશ્કેરાઈ ગયો હતો અને હર્ષને છરીના ઘા માર્યા. ત્યાર બાદ જયેશે જુનુનમાં આવીને શ્રૃષ્ટિ પર આડેધડ છરીના ઘા માર્યા હતા. જયેશ ઉપર એટલું જુનુન ચઢી ગયું હતું કે તેણે યુવતીને પીઠમાં 13 જેટલા છરીના ઘા માર્યા હતા. જેમા શ્રૃષ્ટિનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ જયેશ સરવૈયા મૃતક શ્રુષ્ટિ રૈયાણીના ઘરે આવતો જતો હતો અને તે શ્રુષ્ટિને પ્રેમ કરતો હતો. જયેશે શ્રૃષ્ટિને પોતાની સાથે ભાગી જવા કહ્યું હતું. ત્યારે શ્રુષ્ટિએ તેની વાત ન માનતા તેણે હત્યા કરી હતી. હાલ જેતપુર તાલુકા પોલીસ અને રાજકોટ જિલ્લાના અધિક પોલીસ વડા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં લાગી ગયા છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે, ઘટના બાદથી જયેશ ફરાર છે અને હજી સુધી પોલીસ પકડથી દૂર છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *