
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત UCC પર રચાયેલી કમિટી અને તેના રીપોર્ટ પર કેબિનેટને અવગત કરવામાં આવ્યા હતા. બેઠકમાંથી મળતી માહિતી અનુસાર 8 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્ણ કરવામાં આવશે.