મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ બાંધકામ શ્રમિકોને PFMS દ્વારા રૂા.૧૦૦૦ની સહાય

ગાંધીનગર :

કોવિડ-૧૯ હેઠળ ગુજરાત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તા.૧૮/૪/૨૦૨૦ના ઠરાવથી લાભાર્થી લીંક બેંક ખાતામાં PFMS દ્વારા રૂા.૧૦૦૦ની આર્થિક સહાયની ચૂકવણી કરવાનું ઠરાવેલ છે.

તદ્દઅનુસાર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણમાં નોંધાયેલ ૬.૩૮ લાખ બાંધકામ શ્રમિકોને આવરી લેવામાં આવ્યા છે. જે બાંધકામ શ્રમિકોના આધાર લીંક ખાતામાં રૂા.૧,૦૦૦/-ની સહાય PFMS દ્વારા નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ચૂકવાયેલ છે. જેની યાદી બોર્ડની વેબસાઇડ પર મુકવામાં આવેલ છે.

આ સંદર્ભે બાકી રહેતા નોંધાયેલ બાંધકામ શ્રમિકોના ડેટા ઇન-વેલીડ અધૂરા હોય જેવા કે આધાર નંબર ખોટા હોય, બેંકની વિગત અપૂરતી હોય, બેંક આધાર લીંક ન હોય, બેંક ખાતુ બંધ હોય જેવા કારણોસર નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય તેઓના બેંક ખાતામાં જમા કરાવી શકાતી નથી. આથી જે નોંધાયેલ (લાલ બુક ધરાવતા) બાંધકામ શ્રમિકો આર્થિક સહાયથી વંચિત છે. તેવા બાંધકામ શ્રમિકો  તેમની વિગતો ચકાસી PFMS દ્વારા આર્થિક સહાયની ચૂકવણી નાગરિક પુરવઠા વિભાગ કરી શકે તે માટે સત્વરે બાકી રહી ગયેલ નોંધાયેલા બાંધકામ શ્રમિકોને તેમની વિગતો તા.૩૧/૩/૨૦૨૧ પહેલાં સબમીટ કરવા જાહેર વિનંતી કરવામાં આવી છે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી તેની નોંધ લેવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *